રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રવિવારી બજારના ધંધાર્થીઓનું કોર્પોરેશનમાં હલ્લાબોલ

03:37 PM Jul 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બજારને સ્ટ્રીટ વેન્ડર એક્ટમાં લાગુ કરી વૈકલ્પિક જગ્યા ફાળવવા કોંગ્રેસની મ્યુનિ.કમિશનરને રજૂઆત

શહેરના આજીડેમ પાસે વર્ષોથી રવિવારી બજાર ભરાય છે. જેનો ક્રેઝ શહેરીજનોમાં પણ ભારે રહ્યો છે. મધ્યમ તેમજ ગરીબ પરિવારના લોકોને તેમની જરૂરિયાત મુજબનો સમાન સસ્તા ભાવે આ બજારમાંથી મળી જતો હોય છે. જેની સામે સેંક્ડો ધંધાર્થીઓનું ગુજરાન પણ આ રવિવારી બજારમાંથી ચાલી રહ્યું છે. છતા સરકાર જમીન ઉપરથી કબ્જો હટવવાના નામે રવિવારી બજારને હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા કોંગ્રેસે આ ગરીબી ધંધાર્થીઓને ટેકો જાહેર કરી આજે મોટી સંખ્યામાં ધંધાર્થીઓ સાથે કોર્પોરેશનની કચેરી ખાતે ધસી જઇ ગરીબ ધંધાર્થીઓ માટે સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવામાં આવે અથવા બજારને હટાવી પડે તો અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમ જણાવી મ્યુ.કમિશનરને રજુઆત કરી હતી.

રવિવારી બજારના ધંધાર્થીઓએ આજે મ્યુ.કમિશનરને રજુઆત કરી જણાવેલ કે રાજકોટ શહેરમાં દાયકાઓથી રવિવારી બજાર ભરાય છે. આવી બજારો દેશ દુનિયામાં પણ અનેક જગ્યાએ હોય છે અને આઇઆઇએમથી લઈને બીજી ખ્યાતનામ સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, સમાજવિજ્ઞાનીઓ આવી બજારોનું મહત્વ સમજી એના ઇકોનોમિક મોડલ ઉપર અભ્યાસો કરતા હોય છે.એમાંય લારી ગલ્લા પાથરણાવાળા લોકોનો દેશની ઇકોનોમીમાં કેવો રોલ હોય છે એના વિશે આપણા દેશની સંસદમાં ખૂબ વિગતવાર ચર્ચા જ્યારે સ્ટ્રીટ વેન્ડટસ એક્ટ બન્યો ત્યારે કરવામાં આવેલ છે. આપણા દેશની સંસદમાં આ વિશેષ કાયદો પારીત કરવાનો મૂળ આશય આપણા જ દેશના બાંધવો જેઓ લારી ગલ્લા પાથરણાં તરીકે રીજી રોટી રળતાં હોય છે એમને ગરિમા પૂર્વક ધંધો રોજગાર કરી શકે એની અનુકૂળતા ઊભી કરી આપવાનો છે. એકટમાં સાફ જણાવેલ છે કે લારી ગલ્લા પાથરણાં વાળા કે ટેંકડી વાળાઓને પોતાનો ધંધો રોજગાર કરવા માટે સ્થિર જગ્યા આપવી અને કદાચ કોઈ કારણસર હટાવવા પડે તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવી.

પરંતુ, રાજકોટ શહેરની રોનક અને વર્ષો જૂની ઓળખ એવા રવિવારી બજારના લોકો છેલ્લા કેટલાક દિવસોમાં નોટિસો આપવામાં આવી છે કે તેઓ ગણતરીના દિવસોમાં રવિવારી બજારની જગ્યા ખાલી નહિ કરે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વર્તમાન ભાજપ સરકાર અને રાજકોટ શહેર નું મ્યુનિ. તંત્ર કેટલું કાબેલ અને સક્ષમ છે એ તો ઝછઙ ગેમિંગ ઝોન પ્રકરણમાં સૌં એ જોઈ લીધું છે. એ છતાં, બી.યુ. પરમિશન વગર ઊભા સેંકડોના સેંકડો મકાનો/ ઇમારતો/ ટાવરો/ શોપિંગ સેન્ટરોની સામે તમારું તંત્ર મૌન ધારણ કરી લેય છે અને રવિવારી બજારના ગરીબ શ્રમિક પાથરણાં રેંકડીવાળાઓને ત્યાંથી ખદેડી દેવાની ધમકીઓ આપે છે, જે દેખાડે છે કે તંત્ર કેટલું નમાલું બની ચૂક્યું છે. આથી, આ આવેદનપત્રના માધ્યમ થી આપશ્રીને વિનંતી કરીએ છીએ કે, સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ એના સાચા અર્થમાં લાગુ કરવામાં આવે. રાજકોટની રવિવારી બજારને હટાવવામાં આવે નહિ અને એ માટે મ્યુનિ. તંત્ર સરકારના અન્ય વિભાગો સાથે દખલગીરી કરે. કોઈ કારણસર આ રવિવારી બજાર હટાવવી જ પડે એમ હોય તો ત્યાંના એક એક લારી ગલ્લા પાથરણાં નો પાક્કો સર્વે/ અભ્યાસ કરી એમને વરસાદ રહી જાય એ બાદ બીજે પોતાનો ધંધો રોજગાર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે.

Tags :
CongressCorporationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement