દશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહન
દશેરા મહોત્સવ સમિતિ દ્વારા ચાલુ વર્ષની થીમ નક્કી કરાઇ, અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની વરણી
વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત દશેરા મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે દશેરાની થીમ નક્કી કરવામા આવી છે. જેમા હિંદુ સમાજમા રહેલા ભેદભાવો જેવાકે જાતીવાદ, ભાષાવાદ, પ્રાંત વાદ જેવા દરેક ભેદભાવો રૂૂપી આશુરી અને દુષ્ટ શક્તીઓનો નાશ થાય તે હેતુ થી રાવણ દહન કાર્યક્રમ યોજવામા આવશે. સમસ્ત સનાતની સમાજ સમરસ બને, એક બને, સમાન બને તથા તમામ પ્રકારના ભેદભાવો રહિત સમાજનુ નિર્માણ થાય તેવી દરેક પ્રભુ રામને પ્રાર્થના કરીને સંગઠન દ્વારા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.
આ ઉત્સવમા રાજકોટના રેસકોર્ષ મેદાનમા સુર્યાસ્તના સમયે રાવણ દહન કાર્યક્રમ રાખવામા આવે છે. જેમા રાવણની સાથે મેઘનાથ અને કુમભકર્ણના પુતળાનુ પણ દહન કરવામા આવે છે. ઉપરાંત આ દિવસે શષ્ત્ર પુજા અને ફાયર ક્રેકર્સ શોનુ પણ આયોજન કરવામા આવે છે. આ કાર્યક્રમમા હજારોની સંખ્યામા લોકો રાવણ દહન કાર્યક્રમને નિહાળવા અને માણવા ઉમટી પળે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવામા વિહિપના અનેક કાર્યકર્તાઓ જેમકે ધનરાજભાઇ રાઘાણી, રવિંદ્રભાઇ બડગુજર, મિતાબેન સોમૈયા, રાજુભાઇ ઉમરાણીયા, નવીનભાઇ વાઘેલા, મનિશભાઇ વડેરિયા, હેનિલસિંહ પરમાર, હર્ષ મુથ્રેજા, જયદીપ વિસપરા, હર્ષ રાવલ, લલીતભાઇ ગોહેલ, દિનેશભાઇ ચારણીયા, ધ્વનીત સરવૈયા, સોનલબેન ચારણીયા, મનિષાબેન પંડ્યા, સુજલ પંડીત, રાજુભાઇ રાજપુત, સંજયરાજ સોલંકી, વૈશાલિબેન ડોબરીયા, પુર્વિશ વડગામા, વગેરે સુરક્ષા વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, શષ્ત્ર પુજા, ફટાકડા નુ પ્રદર્શન તથા મુખ્ય રાવણ દહન કાર્યક્રમ માટે તન, મન, ધન થી કામ કરી રહ્યા છે તથા તમામ કાર્યકર્તાઓમા હર્ષોલ્લાસ અને ઉત્સાહની લાગણી જોવા મળે છે તેવુ રાજકોટ ઉતર જીલ્લાના મંત્રી વિનય કારીયાએ જણાવ્યુ હતુ.
વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો માવજીભાઇ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, ક્રુણાલભાઇ વ્યાસ વગેરેની બેઠકમા સર્વાનુમતે નક્કી થયા મુજબ દશેરા મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની નિમણુક કરવામા આવી હતી તેમ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્યુ હતુ.