રેશનિંગના વેપારીઓનું આંદોલન સ્થગિત, મંત્રી સાથે બેઠક સફળ
એસોસિએશન દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો: બાવળિયા
છેલ્લા ઘણા દિવસોથી સસ્તા દારૂની દુકાનોના સંચાલકો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે યોજાયેલી બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો અંત આવ્યો હતો.
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલ બેઠક બાદ તેમણે કહ્યું કે, સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજાપરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ. બાવળિયાએ કહ્યું કે, આંતરિક વિવાદના કારણે વિવાદ થઈ રહ્યો છે. રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણ ની વૈકલ્પિક વ્યવસ્થા વિચારીને બેઠક પણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટી રીતે દબાવવાના પ્રયાસ થશે તો હથીયાર ઉગામીશું.
ગુજરાતમાં જે સસ્તા દરના અનાજની દુકાનો છે તેમાં 300 કરતા ઓછા રેશનકાર્ડ રજીસ્ટર થયા હોય તેવી દુકાનોને રાજ્ય સરકાર દ્વારા રુ. 20,000 જેટલું કમિશન આપવામાં આવે છે. 300 થી વધુ રેશનકાર્ડ ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર કોઈ કમિશન આપતું નથી. ત્યારે સરકાર તમામ રેશનીંગની દુકાનધારકોને રુ. 20,000 કમિશન આપે તેવી વેપારીઓની માંગ હતી. આ મુદ્દા ઉપર જ દિવાળીના સમયે ગુજરાતના સસ્તા દરની અનાજના દુકાનદારોએ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.