ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ
પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો
ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે વેળાએ એક પોલીસ અધિકારી એ રોડ ની સાઇડ માં દાવ પેચ રમવાનું કહેતા મામલો બિચક્યો હતો. અને પોલીસ અધિકારી એ વિશ્વ હિન્દુ પરિષદ ના અધિકારી નો કાંઠલો પકડતા રથયાત્રા ના અધ્યક્ષ દ્વારા રથયાત્રા ને અટકાવી દઈ પોલીસ ને આડે હાથ લીધી હતી.
રથયાત્રા રૂૂપમ ના ચોકમાં પહોંચી તે વેળાએ એક પોલીસ અધિકારી એ શાંતિ માં ભંગ પાડયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. રથયાત્રા ના અધ્યક્ષ હરુભાઈની જીપ ની આગળ વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યો દ્વારા અખાડાના દાવપેચ કરવામાં આવી રહ્યા હતા.
જે દરમિયાન પી.આઈ.જેબલિયા અને એ વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થવા પામ્યું હતું અને માહોલ ભારે ગરમાયો હતો. જે દરમિયાન ખાખી પોથીના માણસો એ પણ વી. એચ.પી. ના સભ્યો સાથે બોલાચાલી કરતા હરૂૂભાઈ ગોંડલીયાએ માઈક દ્વારા જાહેરમાં જ્યાં સુધી ખાખી પોથીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આગળ વધશે નહીં તેવી ચીમકી આપી હતી. તેમજ ખાખી પોથી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણી અને રથયાત્રાના કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલીયા પણ વાહનમાંથી નીચે ઉતરી અખાડા વાળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો એકના બે થતા ન હતા. અંતે માંડ માંડ સમજાવ્યા બાદ રથયાત્રા આગળ વધી હતી.