For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજામાં ખેતમજૂરીએ જતી સગીરા પર દુષ્કર્મ

12:45 PM Mar 16, 2024 IST | Bhumika
તળાજામાં ખેતમજૂરીએ જતી સગીરા પર દુષ્કર્મ

ભાવનગર જિલ્લાના તળાજા પંથકના એક ગામડામા ખેત મજૂરી એ જતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.સગીરાના પિતાએ ઘટનાને લઈ સામેથી મીડિયાનો સંપર્ક કર્યો હતો. સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ અને માતાને પોતાની સાથે બનેલ દુષ્કર્મની ઘટનાની જાણ થતાં સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે.પોલીસે જણાવ્યું હતુ કે અમોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે. અમોએ જરૂરી કાર્યવાહી ત્વરીત કરી રહ્યા છીએ.

Advertisement

સગીરાના પિતાનો દાવો અને આરોપ કરતા જણાવ્યું હતું કે આજે પોતે વાડીએથી પાણી વાળીને વહેલી સવારે ઘરે આવ્યો તે સમયે દીકરી ઘરે ન હતી. તપાસ કરતા જે યુવક ઘર નજીક આંટા મારી રહ્યો હતો તેના ઘરે તપાસ કરતા ત્યાંથી મળી આવેલ. બાદ બપોરના સમયે દીકરીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે લઈ જવાય હતી.સગીરાના પિતાએ કહ્યું હતું કે દીકરીએ માતાને પોતાની સાથે બળજબરી પૂર્વક યુવકે સંબધ બાંધ્યાનું જાણ કરેલ. બનાવને લઈ અલંગ પો.સ્ટેના પો.સ.ઇ તિવારી એ જણાવ્યું હતુ કે ઘટનાને લઈ પોતાને જાણ થઈ છે.સત્તાવાર ફરિયાદ નોંધાય તે અનુસંધાને કર્યાવાહી સાથે આરોપી ભાગી ન જાય તે અંગે પણ જરૂૂરી કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement