For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્યુબિલી ચોક પુલ નીચેથી ચોરાઉ એક્ટિવા સાથે શખ્સ ઝડપાયો

04:55 PM Oct 19, 2024 IST | Bhumika
જ્યુબિલી ચોક પુલ નીચેથી ચોરાઉ એક્ટિવા સાથે શખ્સ ઝડપાયો
Advertisement

જયુબેલી ચોક પાસે પુલ નીચેથી એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જયુબેલી ચોક પાસે પુલ નીચે એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને નીકળ્યો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ. ધારાભાઇ ગઢવી, કલ્પેશભાઇ બોરીચા અને કોન્સ. ભગીરથસિંહ ઝાલાને બાતમી મળતા જયુબેલી પુલ નીચેથી અમીત રમણભાઇ ભટ્ટી(ઉ.વ.27) (રહે.કાલાવાડ રોડ ઇસ્કોન મંદિર પાછળ સરકારી આવાસના 14 માળીયા કવાર્ટર આદીત્ય 79 બીલ્ડીંગ સી-વીંગ બ્લોકનં.102)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં અમીત અગાઉ ગાંધીગ્રામ વિસ્તારમાં વાહનચોરીના ગુનામાં પકડાઇ ચુકયો હોવાનું જાણવા મળે છે.

Advertisement

તેણે આ એકટીવા મોજશોખ માટે ચોરી કર્યાની કબુલાત આપી હતી.આ કામગીરી પી.આઇ. આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. રાણા, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ, કોન્સ.ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ ચોૈહાણ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement