રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 13 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ

12:02 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં શહેરમાં વર્ષ 2020માં 13 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફત પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ 2020 રહેતા પરિવારની 13 વર્ષની સગીરાને ચિરાગ ઘનશ્યામભાઈ વણોલ નામના શખ્સે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેડ રિક્વેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવી હતી. અને મેસેજ અને ફોન ઉપર લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને જન્મદિવસની ચોકલેટો અને ગિફ્ટ આપવાની લાલચ આપી લગ્નની લાલચ આપી અપરણ કર્યું હતું અને સગીરાને શીતલ પાર્કથી આગળ મનહરપુર ગામ જવાના રસ્તા તરફ આવતા અવાવરું સ્થળે લઈ જઈ સગીરાને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચાર્ય હતું આ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારે ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી ચિરાગ ઘનશ્યામ વણોલ વિરોધ આઈપીસી કલમ 363, 366, 376(3) અને પોકસો એક્ટ કલમ 4,6,12 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. ઝાલા અને રાઇટર નિલેશભાઈ મકવાણાએ આરોપી ચિરાગ વણોલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે ગુનામાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ પોકસો અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ આબીદ સોસન દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ઘનશ્યામ વણોલને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને ભોગ બનનારને રૂૂ.3 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ આબીદ સોસન રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement