ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેસકોર્સ ખાતે તા.16થી ‘રંગીલું રાજકોટ’ દિવાળી મહોત્સવ

03:48 PM Oct 08, 2025 IST | Bhumika
Advertisement

આતશબાજી, મ્યુઝિકલ બેન્ડ, લેસર શો, ડેકોરેશન અને રંગોળી સ્પર્ધા સહિતના કાર્યક્રમોની પાંચ દિવસીય ઉજવણી

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.16/10/2025થી તા.20/10/2025 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર શો સહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે.

કાર્યક્રમોની કાર્યસૂચી
તા.16/10/2025ના રોજ સાંજે 05:00 વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનો શુભારંભ સાંસદ રામભાઈ મોકરીયાના વરદ્દ હસ્તે થશે. તા.17/10/2025ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો બપોરે 04:00 કલાકથી રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.18/10/2025 થી તા.20/10/2025ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. તા.18/10/2025ના રોજ રાત્રે 7:00 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.

તા.19/10/2025 અને તા.20/10/2025ના રોજ બહુમાળીભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડ યોજાશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.16/10/2025 થી તા.20/10/2025 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સ્વચ્છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.16/10/2025 થી તા.20/10/2025 દરમ્યાન રાત્રે 12:00 કલાક સુધી રહેશે.

રંગોળી સ્પર્ધાની વિગતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી દિવાળી ઉત્સવ અંતર્ગત તા.17/10/2025, શુક્રવારના રોજ રેસકોર્ષ ખાતે ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાશે. રંગોળી સ્પર્ધા (1) ગ્રુપ રંગોળી 5 ડ્ઢ 15 સાઈઝની 25 રંગોળી (2) વ્યક્તિગત રંગોળી 5 ડ્ઢ 5 સાઈઝની 500 રંગોળી આ રંગોળી સ્પર્ધામાં ગ્રુપ રંગોળીમાં પ્રથમ ત્રણ વિજેતાને રૂૂપિયા 5,000નું અને વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ 11 વિજેતાને રૂૂપિયા 5000નું પુરસ્કાર આપવામાં આવશે.

જ્યારે 51 રંગોળીના કલાકારોને રૂૂપિયા 1000 આસ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે. ત્રણ લકી વિજેતાને રૂૂપિયા પાંચ હજારની ફટાકડાની કીટ ગિફ્ટમાં આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળી માટે મો.9228090895 ઉપર તથા ગ્રુપ રંગોળી માટે મો.9624025808 પર માત્ર વોટ્સએપ મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન માટે તમારું પૂરું નામ, શહેરનું નામ અને ઉંમર લખીને મોકલવી. ગ્રુપ રંગોળીમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકે પોતે કરેલી બેસ્ટ 5 રંગોળીના સેમ્પલ મોકલવાના રહેશે.

સ્પર્ધકોને લાગુ પડતા નિયમો
કુલ-8 કલર (લાલ, પીળો, કાળો, લીલો, કેસરી, સફેદ, ડાર્ક બ્લૂ અને સ્કીન કલર) આપવામાં આવશે. ચિરોડી કલર વ્યક્તિગત રંગોળીમાં 4 સલ(8 કલર ડ્ઢ 500 ગ્રામ) આપવામાં આવશે.

ગ્રુપ રંગોળીમાં 12 સલ (8 કલર ડ્ઢ 1.5 સલ) આપવામાં આવશે. ચિરોડી કલર સિવાયની વસ્તુઓ સ્પર્ધકે લાવવાની રહેશે. સ્પર્ધક કોઈપણ થીમ પર રંગોળી બનાવી શકશે. પરંતુ વાદ વિવાદ થાય તેવી રંગોળી બનાવી શકાશે નહીં. સ્પર્ધાની તારીખ:17-10-2025 શુક્રવારના રોજ અને સમય સાંજે 4.00 થી 11.30નો રહશે. રીપોર્ટિંગ સમય બપોરે:3.45 એ પોતપોતાનાં કાઉન્ટર પર રહેશે. કાઉન્ટર નંબર સ્પર્ધાના આગલે દિવસે કહેવામાં આવશે. સ્પર્ધક ચિરોડી કલર સિવાય ફૂલ, કઠોળ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકશે. સ્પર્ધકને આપવામાં આવેલ નંબર અને સ્થળ પર જ રંગોળી બનાવવાની રહેશે. રંગોળી નંબર સ્પર્ધાના આગલા દિવસે કહેવામાં આવશે. સ્પર્ધક રંગોળી કરવા માટે બીજાની મદદ લઈ શકશે. સ્પર્ધા માટે કોઈ પણ જાતની રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી.

દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવશે. વ્યક્તિગત રંગોળી દીઠ 1 સર્ટિફિકેટ મળશે, ગ્રુપ રંગોળી દીઠ 3 વ્યક્તિને સર્ટિફિકેટ મળશે. કોઈ પણ કારણસર તમારે રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનું થાય તો તમારે અમને વહેલાસર જાણ કરવાની રહેશે. અધૂરી રંગોળીને સ્પર્ધામાં ગણવામાં નહીં આવે. રંગોળીમાં કોઈએ પોતાનું નામ, ઓફિસ દુકાનનું નામ, સોશિયલ મીડિયાની આઈ.ડી. વગેરે લખવું નહીં. દરેક સ્પર્ધકને ઠંડુ તથા નાસ્તો આપવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ દિવાળી બાદ જાહેર થશે અને વિજેતાઓને જાણ કરવામાં આવશે. વાદવિવાદની ટેવ ધરાવતા લોકોએ આ સ્પર્ધામાં ભાગ ન લેવા વિનંતી.

નિર્ણાયકોનો નિર્ણય તમામને બંધન હર્તા રહેશે અને તે આખરી ગણાશે. વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા મહેનત ઉઠાવી રહ્યા છે.

Tags :
DiwaliDiwali festivalgujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement