રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણીની તૈયારી રૂપે કાલે 19000 સરકારી કર્મચારીઓનું રેન્ડમાઈઝેશન

05:06 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેરથતાની સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે ચૂંટણીની તૈયારી રૂપે આવતી કાલે રાજકોટ જિલ્લાના 19000 જેટલા સરકારી કર્મચારીનું ફસ્ટ રેન્ડેમાઈઝેશન રાખવામાં આવ્યું છે. જેમાં સરકારી કર્મચારીઓને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં ગમે ત્યાં ફરજ પર મુકવામાં આવશે.

Advertisement

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં આવતી કાલે જિલ્લા કલેક્ટરની સુચનાથી 19 હજાર જેટલા સરકારી કર્મચારીઓનું ફસ્ટ રેન્ડેમાઈઝેશન રાખવામાં આવ્યું છે. જેમાં દરેક પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને ચુંટણી અધિકારીઓ સરકારી કર્મચારીઓને તેમની ફરજ અંગે માહિતી આપશે.

જ્યારે 6 એપ્રિલના રાજકોટ જિલ્લાના 2200થી વધુ મતદાન મથકો ઉપર ઈવીએમ અને વીવીપેટ મશીનનું ફસ્ટ રેન્ડેમાઈઝેશન કરવામાં આવનાર હોવાનું કલેક્ટર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
લોકસભાની ચૂંટણી માટે વધુમાં વધુ મતદાન થાય તે માટે સેન્ટ્રલઝોનમાં રહેલા કાચાકામના કેદીઓ મતદાનથી વંચીત ન રહી જાય તે માટે કાચાકામનાકેદીઓનું ચુંટણી પહેલા જ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરાવી લેવામાં આવશે અને આ મતદાન કાચાકામનો કેદી જે વિસ્તારનો નાગરીક હશે તે જિલ્લામાં મોકલી આપવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement