કૌટુંબિક યુવતી સાથે પ્રેમ લગ્ન શક્ય ન હોવાથી બેરાજામાં રાણાવાવના યુવાનની આત્મહત્યા
11:04 AM Mar 11, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે ગત તારીખ 5 ના રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા કાનાભાઈ જેઠાભાઈ સોમાણી નામના 19 વર્ષના યુવાને પોતાના હાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધું હોવાનું ખુલવા પામ્યું છે.મૃતક યુવાનને તેમના પરિવારની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેની સાથે તેના સમાજમાં આ લગ્ન થઈ શકે તેમ ન હોવાથી આ અંગે મૃતકના માતાએ કહેતા આ બાબતે મનમાં લાગી આવતા કાનાભાઈ સોમાણીએ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.આ અંગેની જાણ મૃતકના માતા મંગુબેન જેઠાભાઈ સોમાણી (ઉ.વ. 40, રહે. રાણાવાવ) એ ખંભાળિયા પોલીસને કરતા પોલીસે જરૂરી નિવેદન નોંધી, કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement