રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટનાં ગુંદા ગામે થતી બેફામ ખનીજચોરી, સ્મશાન ખોદી નાખ્યું?

05:23 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા ગુંદા ગામે છેલ્લા 6 મહીનાથી થતી ખનીજચોરી ખનન બાબતે અનેક વખત ફરીયાદો છતાં ખનીજ માફિયા બેરોકટોક રીતે ખનીજ ચોરી કરતા હોવાનાં આક્ષેપો થયા છે.

Advertisement

આ બાબતે ગુંદા ગામના જાગૃત નાગરીક રવજીભાઇ માણસુરભાઇ ચાવડાએ સ્થાનિક પંચાયતના તલાટી મંત્રી અને રાજકોટના ખાણખનીજ તંત્રને લેખીત ફરીયાદ કરી જણાવ્યું છે કે ગુંદા ગામના ખરાબાના સર્વે નં.240 પૈકીની જમીનમાંથી 6 મહીનાથી જેસીબી, ટ્રેકટર સહીતનાં વાહનો દ્વારા ખનીજચોરી કરવામાં આવે છે.

આ અંગે લાગતા વળગતાઓને અનેક રજુઆતો છતાં તંત્ર ખનીજચોરી અટકાવી શકતુ નથી. રવજીભાઇએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હવે તો ખનીજ ચોરી કરતા માફીયાઓએ આ સર્વે નંબરની જમીન નજીકનાં દલિત સમાજની દફનવિધીની જમીન પર ખોદી નાખીને અહીં ઉભા કરેલા થાંભલા કાઢી નાખ્યા છે. હવે મૃતકોની દફનવિધી કયાં કરવી? તેવી સમસ્યા ઉભી થઇ છે. આ બાબતે તાત્કાલીક દરોડા પાડી ખનીજચોરી અટકાવાય તેવી માંગ કરાઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement