For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

80 ફૂટ રોડ પર રામદેવ મોબાઇલમાં આગ ભભૂકી: 30-35 લાખનું નુકસાન

04:52 PM Mar 19, 2024 IST | Bhumika
80 ફૂટ રોડ પર રામદેવ મોબાઇલમાં આગ ભભૂકી  30 35 લાખનું નુકસાન
  • શોર્ટ સર્કિટથી આગ લાગતા મોબાઇલ, ટીવી, એસી તથા મોબાઇલ એસેસરીઝ બળીને ખાખ: ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ આગ બુઝાવી

શહેરના 80 ફુટ રોડ પર આવેલા રામદેવ મોબાઇલ નામના શો-રૂમમાં સવારે આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બિગ્રેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં નવા મોબાઇલ ટીવી, એસી, ફર્નીચર સહીતનો સામાન બળીને ખાખ થઇ જતા અંદાજે 30 થી 35 લાખનું નુકસાન થયું હતું.

Advertisement

80 ફુટ રોડ પર હ્યુન્ડાઇના શોરૂમ સામે રીવર વ્યુ કોમ્પલેક્ષમાં આવેલા રામદેવ મોબાઇલ નામના શો-રૂમમાં આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠી હતી. શો-રૂમ બંધ હોય અંદરથી ધુમાડા નીકળતા પાડોશમાં આવેલી ડેરીના સંચાલકે શોરૂમના માલીકને જાણ કરતા માલીક દોડી ગયા હતા.આગની જાણ કરવામાં આવતા ફાયર બિગ્રેડનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ શોર્ટ સર્કીટથી લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. આગમાં શોરૂમમાં રહેલા નવા મોબાઇલ, મોબાઇલ એસેસરીઝ, ટીવી, એસી, ફર્નીચર સહીતનો સામાન બળીને ખાખ થઇ જતા અંદાજે રૂા.30 થી 35 લાખનું નુકશાન થયાનું શો-રૂમ માલીક જયભાઇ રાવલે જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement