રામભાઈએ રંગ બતાવ્યો, સડેલું અનાજ લઈ કલેક્ટર પાસે પહોંચ્યા
પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં બોલાવી સટાસટી, નબળું અનાજ સરકારમાંથી આવે છે કે, નીચે ભેળસેળ થાય છે? તપાસની કરી માગણી
રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને સડેલુ અને હલકી ગુણવત્તાવાળુ અનાજ ધાબડવામાં આવતુ હોવાનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પર્દાફાશ કર્યો હતો અને સાંસદે આજે મળેલી પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સડેલા ચણાદાળ, ઘઉં, અને ચોખા સહિતના અનાજના નમુના રજૂ કરી સટાસટી બોલાવી હતી.
રામભાઈ મોકરિયાએ બેઠકમાં જ ટેબલ ઉપર સડેલા અનાજના નમુનાઓની કોથળીઓ ખોલી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને બતાવ્યા હતાં અને જણાવ્યું હતું કે, આવુ અનાજ સરકારમાંથી આવતું હોય તો અમારુ ધ્યાન દોરો અમે ઉપર રજૂઆત કરશું એન જો એફસીઆઈના ગોડાઉનમાં કે વેપારીઓ દ્વારા ભેળસેળ થતી હોય તો દરોડા પાડીને તપાસ કરો.
સાંસદે કરેલા અચાનક આક્રમણથી અધિકારીઓ પણ ડઘાઈ ગયા હતા અને એક પણ અધિકારી આ અંગે જવાબ આપી શકેલ નહીં.બેઠક બાદરામભાઈ મોકરિયાએ જણાવેલ કે, રેશનકાર્ડ ઉપર ગરીબોને સડેલુ અનાજ અપાતુ હોવાની મને સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી હતી એન લોકોને આપવામાં આવેલા ઘઉં-ચોખા-ચણાદાળના નમુના પણ મને આપ્યા હતા જેથી આજે આ નમુના મેં કલેક્ટર સમક્ષ રજૂ કરી તપાસની માંગ કરી છે. આવી વસ્તુ ચલાવી શકાય નહીં.
રાજકોટ કલેકટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ થી ઓક્ટોબર -2024 સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કમિટીના સભ્યો, ધારાસભ્ય સાંસદ સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી બોલાવીહતી.રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા.હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવા થી તપાસ કરવા માંગ હતી .રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલકેટરને સોંપવામાં આવ્યા તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપવા માંગ કરવામાં આવી .સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે અને ક્યાં ભેળસેળ થાય તે તપાસ કરવા માંગ કરી
રામ મોકરિયાની રજૂઆત ના લઇ કલેકટર દ્વારા તાત્કાલિક પુરવઠા અધિકારીને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. અને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સડેલું અનાજ લઈને પહોંચ્યા હતા અને કલેકટરને રૂૂબરૂૂ નબળી ગુણવત્તાનું અનાજ બતાવ્યું હતું અને તપાસ કરવાનું કહ્યું હતું ત્યારે કલેકટર દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે.