ચુનારાવાડમાં દારૂના નશામાં ભાન ભુલેલા ભાણેજે મામાને માર માર્યો
રૈયા ગામ અને ભગવતીપરામાં બે યુવાને જ્વલનશીલ પ્રવાહી પીધું
શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે દારૂૂના નશામાં ઝઘડો થયો હતો. જેમાં દારૂૂના નશામાં ભાન ભૂલેલા કૌટુંબિક ભાણેજે મામાને માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલા ચુનારાવાડ વિસ્તારમાં રહેતા જીતેશ મનસુખભાઈ ડાભી નામનો 36 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે કૌટુંબિક ભણેજ કારણે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. જીતેશ ડાભીને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જીતેશ ડાભી અને તેના કૌટુંબિક ભાણેજ કરણ વચ્ચે દારૂૂના નશામાં ઝઘડો થયો હતો. દારૂૂના નશામાં ભાન ભૂલેલા ભાણેજ કારણે મામા જીતેશ ડાભીને ધોકા વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં રૈયા ગામ સ્મશાન પાસે રહેતા ઇમરાન ફિરોઝભાઈ તાયાણી નામનો 36 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. જ્યારે ભગવતીપરા મેઇન રોડ ઉપર સુખસાગર શેરી નં.5માં રહેતા કૈલાશ રતનભાઈ ભાગવત નામના 35 વર્ષના યુવકે અકળ કારણસર જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતના પ્રયાસ કરનાર બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.