For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના સદસ્યતા અભિયાનમાં 10 જિલ્લાના માર્ગદર્શક તરીકે રામભાઇ મોકરિયાની વરણી

04:43 PM Sep 12, 2024 IST | Bhumika
ભાજપના સદસ્યતા અભિયાનમાં 10 જિલ્લાના માર્ગદર્શક તરીકે રામભાઇ મોકરિયાની વરણી
Advertisement

રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં ભાજપની રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન - સંગઠન પર્વના માર્ગદર્શક તરીકે વરણી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ નવી જવાબદારીને તેઓએ સહર્ષ રીતે સ્વીકારી લીધેલ છે, અને તેઓએ ભાજપના સંગઠનને ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યમાં વધુ મજબૂત બનાવવા માટે પોતાના અનુભવ સાથે તમામ શકિતઓ કામે લગાડી દીધેલ છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હોવાથી સંગઠનનો જેમ બને તેમ વ્યાપ વધારવાનો બહોળો અનુભવ ભાજપમાં વર્ષોથી ધરાવે છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ઉપરાંત કચ્છ તથા સૌરાષ્ટ્રના જામનગર શહેર ,જામનગર જીલ્લો, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર સહિત 10 જીલ્લોઓની જવાબદારી સોપવામાં આવેલ છે.

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ આપેલ રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન (સંગઠન પર્વ)મા માર્ગદર્શક તરીકેની જે કામગીરી સોપવામાં આવી છે. તે રામભાઈ મોકરીયા તથા તેઓની ટીમ રાત-દિવસ જોયા વિના કામ કરી રહી છે. દર વખતની જેમ આ કાર્ય પણ સમયસર તેમજ યોજનાબદ્ધ કાર્ય રામભાઈ મોકરિયા તથા તેઓની ટીમ પૂર્ણ કરશે તેમાં કોઈ શંકા નથી.રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા ની આ નિમણૂકને ભાજપના આગેવાનો કાર્યકરોએ હર્ષભેર વધાવી લીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement