રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાના બજેટ બોર્ડમાં વિપક્ષ રામના શરણે, પ્રશ્ર્નોના ઉકેલ માટે પ્રાર્થના કરી

04:02 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ આજરોજ મળેલ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા બજેટ વાચી સંભળાવી વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી અને અધ્યક્ષ મેયરે વર્ષ 2024-25ના બજેટને મંજુરી આપી હતી પરંતુ બજેટની ચર્ચા દરમિયાન શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા ફક્ત બજેટના વખાણ કરવાના ચાલુ રાખતા વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીએ જયમીનભાઈનું આ પ્રથમ બજેટ છે એટલે એમા કાચુ કપાયું હશે છતાં અમે ખેલદીલીથી બજેટને મંજુરી આપીએ છીએ તેમ કહી બજેટ ખોટી આંકડાકીય ઝાળ અને અવાસ્તવીક પ્રજાને છેતરનારું જણાવ્યું હતું. આ તકે પૂર્વમેયર પ્રદિપ ડવે જણાવેલ કે, સર્વાંગી વિકાસરૂપી બજેટના કારણે રાજકોટ શહેર વિશ્ર્વના ફલક ઉપર જળક્યું છે. તેમજ તમામ વર્ગના લોકોને લાભદાયી થાય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમજ પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પણ બજેટને પ્રજાલક્ષી ગણાવી છેવટના માનવી સુધી સુવિદા પહોંચાડતું બતાવ્યું હતું. બોર્ડમાં સાસકપક્ષના અલગ અલગ કોર્પોરેટર દ્વારા બજેટને સર્વાંગી વિકાસરૂપી તેમજ પ્રજાના હિતકારી માટે તૈયાર કરેલું છે તેમ જણાવ્યું હતું. સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, બજેટનું સંબોધન કરવાની સાથો સાથ પાંચવર્ષ માટે કોંગ્રેસે શાસન સંભાળેલ તે દરમિયાન અનેક કૌભાંડો થયા હતાં જેની તપાસ પણ થયેલ તેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. મેયરે પણ કોર્પોરેશનના ખર્ચે વિદેશ પ્રવાસ કર્યા હતાં અને પ્રજાલક્ષી કામો ન કરતા પ્રજાણે ચુંટણીમાં જાકારો આપ્યો છે. ત્યારે હું જે કામો હાથમાં લીધા છે અને બજેટમાં દર્શાવેલા છે તે તમામ પુરા કરવા માટેના પ્રયાસ કરીશ તેમ કહી જયશ્રીરામનો નારો લગાવેલ જેનો સાથ સૌ શાસકપક્ષના કોર્પોરેટરે આપ્યો હતો.

Advertisement

 

શાસકોએ આંકડાકિય માળાજાળ રચી જનતાને છેતરી : ભાનુબેન સોરાણી
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનું પ્રથમ બજેટ છે એટલે થોડું ક્યાંક કાચું કાપ્યું હોય તે આંખ આડા કાન કરીને મોટું મન રાખીને ખેલદિલી દાખવીએ છીએ. અગાઉ પુષ્કરભાઇ પટેલે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન તરીકે કુલ છ બજેટ રજુ કર્યા છે એ સિધ્ધિ રાજકોટ મહાનગરપાલિકાના ઐતિહાસિક છે. સાથે સાથે કમિશ્નરશ્રી અને તેઓની ટીમને બજેટ બનાવવા બદલ અભિનંદન પાઠવું છું. તા.30/11/2023ની સ્થિતિએ 884 કરોડનું બજેટ વાપરવામાં આવ્યું છે જે જનરલ બોર્ડે 2469 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું આ પરથી શાબિત એ થાય છે કે 36% બજેટ જ વાપરી શક્યા છે જે કેટલા પ્રમાણમાં વાજબી ગણાય ? તેમજ ભાજપના શાસકો દર વર્ષે આવા મોટામોટા અને ખોટા આંકડાકીય માયાજાળ રચી, અવાસ્તવિક બજેટ રજુ કરી રાજકોટની જનતાને છેતરી રહ્યા છે તે સ્પષ્ટ સાબિત થાય છે.

રાજકોટ મહાનગરપાલિકાની નાણાંકીય સ્થિતિ સારી નથી એ હકિકત સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ બજેટ પરથી હવે સ્પષ્ટ પૂરવાર થઇ ચુકી છે. પરંતુ આ બજેટ વાસ્તવિકતાથી નજીક છે, નાણાકીય સ્થિતિ સારી નથી તે માટે કયા કારણો જવાબદાર છે તે સંશોધનનો વિષય છે. તેમજ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબુત બનાવવા કેવા-કેવા પગલાંઓ લઈ શકાય તેનો કોઈ નક્કર રોડમેપ બજેટમાં રજુ નથી થયો તે નિરાશાજનક અને દૂ:ખદ બાબત છે. દર વર્ષે બજેટમાં આજી રીવરફ્રન્ટ, સાંઢયા પુલ, પી.ડી.એમ. ફાટક, સોલાર પ્લાન્ટ વગેરે દાયકા વીતી ગયા હોવા છતાં થયા નથી તેમજ ભાજપના શાસકોને નવું કાઈ સુજતુ જ નથી તેમજ લાંબી દીર્ઘદ્રષ્ટિ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
અપેક્ષા એવી હતી કે, મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો કરવા સ્ટેન્ડિંગ કમિટી કોઈ ખાસ પગલાં સૂચવશે પરંતુ દુર્ભાગ્યવશ એવું જોવા નથી મળ્યું. સમગ્ર શહેરમાં ડી.આઈ. પાઈપલાઈનના કામો છેલ્લા દસક માસથી ટલ્લે ચડી રહ્યા છે જેમાં શાસકો અને કમિશ્નરશ્રીનું સંકલનના અભાવે રાજકોટની જનતા તરસી રહે છે અને વારંવાર પાણીકાપ, ગંદા પાણી, ગટરનું પાણી ભળી જવા વગેરે જેવા પ્રશ્નોથી જનતાની રોજીંદી સમસ્યા થઇ ગઈ છે. આ પ્રત્યે હવે ભગવાન શ્રી રામકોઈ ઉકેલ લાવે તેવી જનતાના હિતમાં હું પ્રાર્થના કરું છું.

વિકાસનો પર્યાય એટલે રાજકોટ શહેર : નયનાબેન પેઢડિયા
મનપાના બજેટ બોર્ડમાં મેયર નૈયનાબેન પેઢડિયાએ જણાવેલ કે, રંગીલા રાજકોટની સાંસ્કૃતિક ઓળખ યથાવત રાખી, શહેરના વિકાસને આગળ વધારવાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ:2023-24નું રિવાઇઝડ અંદાજપત્ર અને આગામી નાણાકીય વર્ષ:2024-25નું રૂૂ.2843.52 કરોડનું વાસ્તવિક અંદાજપત્ર આજે મળેલ સામાન્ય સભાની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા રજુ કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ પ્રાથમિક સુવિધાના કામો ઉપરાંત આ અંદાજપત્રમાં કુલ રૂૂ.50 કરોડની નવી 18 યોજનાઓનો ઉમેરો કરેલ છે. જે યોજનાઓ શહેરીજનોની અપેક્ષા પરિપૂર્ણ કરી, શહેરનો સર્વાગી, સમતોલ વિકાસ સાધી, પ્રજાલક્ષી અભિગમનો ચોક્કસપણે સિલસિલો આગળ ધપશે. જે બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સ્ટેન્ડીંગ કમિટીની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.

દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજયના આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સફળ નેતૃત્વ અને નિરંતર માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ શહેરીજનોને આંતરમાળખાકીય, આરોગ્યલક્ષી, શિક્ષણ, બાગ-બગીચા, રમત ગમતના સંકુલ, કોમ્યુનિટી હોલ, આવાસ, શહેરી ટ્રાન્સપોર્ટેશન, પર્યટન સ્થળ, વાંચનાલય, સ્નાનાગાર સહિતની અદ્યતન સુવિધાઓ સાથે પ્રગતિમાં રહેલ પ્રોજેક્ટોને સમયબધ્ધ આગળ ધપાવી, લોકોની સુખ-સુવિધામાં વધારો કરવા સતત સતર્કતા દાખવી છે.

રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ શહેરને દેશ વિદેશના નકશા પર મહત્વનું સ્થાન અપાવનારા અનેકવિધ પ્રોજેક્ટ્સ સરકારશ્રીના સહયોગથી રાજકોટ શહરને પ્રાપ્ત થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાકિય વર્ષ 2024-25નું રૂૂ.17.77/- કરોડના નવા કરબોજ સાથેનું રૂૂ.2817.81/- કરોડનું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ. આ વાર્ષિક અંદાજપત્રનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિસ્તૃત અભ્યાસ કરી, રૂૂ.25.71/- કરોડનો વધારો કરેલ છે તેમજ શહેરીજનોને વિશેષ કરબોજ સહન ન કરવો પડે તે ધ્યાને રાખી, કમિશનરશ્રીએ સુચિત કરેલ કર બોજ રદ કરી, નાણાકિય વર્ષ 2024-25નું રૂૂ.2843.52/- કરોડનું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement