For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં રેલી-ચક્કાજામ, સુરેન્દ્રનગરમાં ટ્રેન અટકાવાઇ

04:12 PM Aug 21, 2024 IST | Bhumika
જામનગરમાં રેલી ચક્કાજામ  સુરેન્દ્રનગરમાં ટ્રેન અટકાવાઇ
Advertisement

રાજકોટના શાપર- વેરાવળમાં પણ રેલી નીકળી, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધને સમર્થન, વડોદરામાં ઘર્ષણ

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસ.સી.-એસ.ટી. સમાજ દ્વારા 21 ઓગસ્ટે એટલે કે આજે ભારત બંધનું એલાન અપાયું છે. ત્યારે આ રાષ્ટ્ર વ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટના શાપર- વેરાવળમાં રેલી સાથે સુત્રોચ્ચાર કરાયા હતા. જયારે સુરેન્દ્રનગરમાં ટ્રેન અટકાવવામાં આવી હતી.

Advertisement

એસ.સી.-એસ.ટી. એકતા મંચ અરવલ્લી જિલ્લા દ્વારા ભિલોડા બંધનું એલાન અપાતા તંત્ર એલર્ટ કરાયું છે. જો કે ભીલોડામાં બંધને મંજૂરી અપાઈ છે, પરંતુ સ્થાનિક તંત્રે પોલીસ, મેડિકલ અને ફાયર સહિતની ઈમરજન્સી સેવાઓને બાકાત રાખી બંધ વખતે સામાન્ય નાગરિકોને સહકાર આપવાની એસ.ટી.-એસ.ટી. મંચ દ્વારા અપીલ કરાઈ છે.

બીજી તરફ, ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમ કે, વિજયનગર, ભીલોડા અને દાંતામાં બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા, જ્યારે અમુક આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લા પણ હતા. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળ્યું છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે, અહીં પણ અનેક વિસ્તારોમાં બજારો અંશત: ખુલ્લા જોવા મળ્યા હતા.

આ દરમિયાન રાજ્યના અનેક આદિવાસી વિસ્તારોમાં બંધના પોસ્ટર લગાવેલા જોવા મળ્યા છે, તો કેટલાક સ્થળે રેલીઓનું પણ આયોજન કરાયું છે.

જામનગર શહેરમાં આજે અનામત બચાવોના મુદ્દે ભારત બંધના અપાયેલા એલાનને અનુલક્ષીને જામનગર શહેર અને જિલ્લા અનુસૂચિત સમાજ સહિતના જુદા જુદા દસ જેટલા સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવા માટે શહેરમાં રેલી સ્વરૂૂપે નીકળ્યા હતા અને સુત્રોચ્ચાર કરાયા હતા.

દલિત સમાજના કાર્યકરો દ્વારા જામનગરના ટાઉનહોલ સર્કલમાં ચક્કા જામ સર્જી દેવાયો હતો, જેને લઈને તંત્રમાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનો થોડો સમય માટે બંધ રહી હતી. જ્યારે વાહન વ્યવહાર પણ અવરોધાયો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. જામનગર શહેર જિલ્લાની જુદી જુદી 10 જેટલી સંસ્થાના દલિત સમાજના હોદ્દેદારો- કાર્યકરો વગેરે રસ્તા પર ઉતર્યા હતા, અને ભારત બંધના સમર્થનમાં સર્વેને જોડાવા માટે અપીલ કરી હતી.

ગુજરાતના અનેક જીલ્લાઓમાં એસસી-એસટી સમાજના લોકો ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. અનેક શહેરોમાં બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના એમજી રોડ પર આવેલી દુકાનો બંધ કરાવવા બાબલે બોલાચાલી થતાં ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીના લીધે ઘર્ષણ ટળી ગયું હતું. તો બીજી તરફ અમદાવાદ અને પાટણમાં દલિત સમાજના લોકોએ રસ્તા રોકી ચક્કાજામ કરતાં પોલીસે અટકાયતનો દૌર શરૂૂ કરી દીધો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એસટી-એસસી સમાજના એકઠા થયા છે અને તેમણે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement