રાજુલા-સાવરકુંડલા હાઈવે બન્યો ડિસ્કો રોડ
ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકોની કફોડી હાલત
અમરેલી જિલ્લામાં રાજુલા સાવરકુંડલા હાઇવે અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે અને રાજુલા બાયપાસ માર્ગો ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ડાન્સ કરતા હોય તેવી રીતે અહીં વાહન ચાલકો જોખમી રીતે પસાર થય રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં વરસાદ બાદ તંત્ર અને માર્ગ મકાન વિભાગને માર્ગો પર ખાડાઓ બુરવા માટે રાજય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે પરંતુ અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓને જાણે પેટનું પાણી હલતું ન હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં દયનિય સ્થિતિ સર્જાઈ છે રાજુલા સાવરકુંડલા હાઇવે ઉપર અંદાજે 50 થી વધુ ખાડાઓ હોવાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વરસાદ બાદ અહીં કોઈ સમારકામ કરવામાં આવતું નથી દૂધ વેચાણ કરતા વાહન ચાલકો કહે છે ખાડાના કારણે દૂધ પણ માર્ગ ઉપર ઢોળાય છે અને અકસ્માતની ઘટનાઓ પણ બને છે તાકીદે સરકાર ખાડાઓ બુરે તેવી માંગ ઉઠી છે.
રાજુલા સાવરકુંડલા હાઇવે અને સાવરકુંડલા થી અમરેલી નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાઓ અત્યંત માર્ગો ખરાબ બની રહ્યા છે જિલ્લાના મુખ્ય હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પણ આવીજ હાલત છે રાજુલા બાયપાસ વિસ્તારમાં પણ મોટા મોટા ખાડાઓ જોવા મળે છે બાઇક ચાલકો કહે છે વહેલી તકે ખાડાઓ બુરે નહિતર અકસ્માતની પુરી તૈયારીઓ જોવા મળી રહી છે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોનો એકજ સુર તાકીદે યોગ્ય રીતે ખાડાઓ બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેવી માંગ છે.હાલમાં ચોમાસુ શરૂૂ થયું છે રાજુલા ના બંને ડેમો ભરાઈ ચૂક્યા છે છતાં રાજુલા શહેરમાં ચાર દિવસે અને પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે રાજુલા શહેરના નગરજનોમાં લોકમુકે એક જ ચર્ચાથી વિગત કે હવે રજૂઆત કરવી કોને ?