મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે રાજુભાઇ અઘેરાને જવાબદારી
મહારાષ્ટ્રમાં તાજેતરમાં વિધાનસભા ચુંટણી યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ભાજપ પક્ષનો વિજય ડંકો લહેરાય તેવા પ્રયત્નો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હંમેશા રહયા છે. ભારત દેશમાં ગુજરાતનું નામ ભારતીય જનતા પાર્ટીમાં અગ્રેસર રહયું છે ત્યારે રાજયમાં ભાજપ પાર્ટીના બાહોશ કાર્યકર્તાઓને દેશમાં યોજાઈ રહેલ ચુંટણીમાં કાર્યકર્તાઓને અલગ અલગ રાજયમાં જવાબદારી સોંપવામાં આવે છે.
આ તકે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ દંડક અને શહેરના વોર્ડ નં.8ના પૂર્વ કોર્પોરેટર તેમજ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિના ઉપાધ્યક્ષ રાજુભાઈ અઘેરાને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. રાજુભાઈ અઘેરા બાળપણથીજ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા છે એટલે કે નાની વયેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તિલક પ્લોટની રાત્રી શાખાના શિક્ષકની જવાબદારી સંભાળી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ છે. જેમાં વોર્ડ નં.3ના અનુસુચિત જાતિ મોરચામાં મંત્રીની જવાબદારી સંભાળી એક રાજકીય જીવનની શરૂૂઆત કરી હતી અને ત્યારબાદ શહેર અનુસુચિત જાતી મોરચાના મહામંત્રી તરીકે, શહેર ભાજપના મંત્રી તરીકે અને છેલ્લા ચાર ટર્મથી પ્રદેશ અનુસુચિત જાતી મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહયા છે.
સંગઠનની સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકામાં બે ટર્મથી કોર્પોરેટર તેમજ દંડક તરીકેની જવાબદારી પણ સંભાળી ચુકયા છે. રાજકીય ક્ષેત્રની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર રહેનારા રાજુભાઈ અઘેરા ગોલ્ડન કલબના પ્રમુખ તરીકે, મેઘવાળ માનવ કલ્યાણ ટ્રસ્ટના ફાઉન્ડર તરીકે, કે.વી. અઘેરા એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન તરીકે અને આર.એમ.સી. કર્મચારી એક્તા મંડળના ચેરમેન તરીકે પણ રહી ચુક્યા છે. આ તકે રાજુભાઈ અઘેરાને મહારાષ્ટ્ર ખાતે જવાબદારી સોંપવામાં આવતાં શહેર ભાજપના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતાં.