જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રાજકોટનાં વિનીતભાઈ વસા બિનહરીફ
જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) વહિવટ ચલાવવા માટે દર વર્ષે જ્વેલરી ઉધોગના જુદા જુદા સેગમેંટમાંથી સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે, જેને પેનલ મેમ્બર કહેવાય છે. હાલમાં જ જાહેર થયેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી માટેની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ એસોસીએશન દ્વારા સર્વ સર્વસંમતિની લાગણીથી લોકલ તથા ડોમેસ્ટીક જ્વેલરી એસોસીએશનમાં જવાબદારી ધરાવતા અને
લોટસ જ્વેલરી ક્રિયેશન નામથી જ્વેલરી ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિ વિનીતભાઈ નલિનભાઈ વસાની માન્ય પ્રતિનિધિ તરીકે ઉમેદવારીનું ગોલ્ડ પેનલમાંથી ફોર્મ ભરવા સમજાવવામાં આવેલ અને તે રીતે વિનીતભાઈએ ઉક્ત ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, સાથે જ જયપુર અને કોલકતાના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભરેલ. પરંતુ, તેમણે સહયોગ અને સદભાવથી ફોર્મ પરત ખેંચતા સર્વે જ્વેલરી વ્યવસાયીઓના સહયોગ થકી વિનીતભાઈ વસા બિનહરિફ ઉમેદવાર રૂૂપે ચુંટાઈ આવેલ છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છને જેમ્સ-જ્વેલરી કાઉન્સિલમાં સર્વપ્રથમ વાર પ્રતિનિધિત્વ મળેલ છે, જે સૌરાષ્ટ્રકચ્છ જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક અને ગૌરવની વાત છે.
આ પ્રતિનિધિત્વ મળવાને કારણે પ્રાદેશિક જરુરિયાતોને વાચા મળશે તથા તેમને આ પ્રતિનિધિત્વ સાંપડવાને કારણે રાષ્ટ્રીય મંચ પર યોગ્ય સ્થાન મળશે. તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છના જ્વેલરી ઉદ્યોગોને જરૂૂરી વાચા મળશે.
પોતાની આ જીત સંદર્ભે વિનીતભાઈ વસાએ આ વિજય કોઈ વ્યક્તિની સફળતા કે શક્તિનો સંકેત નથી. પરંતુ, સમગ્ર ઉદ્યોગની સર્વસંમતિ થકી પ્રાપ્ત પ્રતિનિધિત્વ છે. આ વ્યક્તિગત વિજય નહિ, પરંતુ, સમગ્ર ઉદ્યોગની એકતા અને વિશ્વાસનો સંકેત છે. વિનીતભાઈ વસા 98242 95859 ઉપર અભિનંદન ની વર્ષા વરસી રહી છે.