રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટની SBI બેન્કના લોકરરૂમમાં પાણી ભરાયા, ફાઇલો તરતી જોવા મળી

02:33 PM Aug 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં ભારે વરસાદે તબાહી છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. ત્યારે SBI બેંકની જિમખાના બ્રાન્ચનું લોકરરૂમમાં ત્રણ દિવસથી ગરકાવ થયું છે. લોકરમાં પાણી ભરાયાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ બેંક મેનેજરના જણાવ્યા અનુસાર ગઈકાલથી જ જુદી-જુદી 3 મોટર મૂકીને પાણી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ આજે સાંજ સુધી વરસાદનું જોર ઓછું રહેશે તો પાણી કાઢી લેવામાં આવશે.

ગ્રાહકોએ કિમતી વસ્તુઓ લોકરમાં મૂકી હોવાથી લાખો કરોડોની કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ડર સતાવી રહ્યો છે. SBIની બ્રાન્ચ જાણે સ્વિમિંગપૂલમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, ફાઈલો, ચોપડા સહિતની વસ્તુઓ તરતી જોવા મળી હતી.

Tags :
gujaratgujarat newsHeavy Rainrainrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement