રાજકોટની PPP યોજના ભ્રષ્ટાચારનું મોડલ: ઇન્દ્રનીલ
તંત્રની દાનત સામે લડત ચલાવવાનું એલાન, અઠવાડિયામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરના ધેરાવની કોંગ્રેસની ચીમકી
ભારતમાં અને ગુજરાત ભરમાં ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે ત્યારે શહેરમાં હજારો નોટિસ આપી લોકોને આશિયાના તોડી બેઘર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે. તેની સામે આગામી વીકમાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરાશે. નોટિસો આપે છે એટલું જ નહીં પરંતુ બિલ્ડરોના ઇશારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ધાક ધમકી આપે છે બીવડાવે છે. આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે કામ કરે છે અને ભાજપની ચમચા ગીરી બંધ કરે કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ કરવાનું થાય તે કરે અન્યથા હલ્લાબોલ માટે તૈયાર રહે તે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા ઇદ્રનિલ રાજયગુરુએ જણાવ્યુ હતુ. પીપીપી યોજના જે કાલાવડ રોડ પર જે.પી ક્ધટ્રક્શનની વિજયભાઈ અને તેની કંપની ભાગીદાર હતા પીપીપી યોજનામાં સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવી છે. જેપી ક્ધટ્રક્શન તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી ના માર્ગદર્શન હેઠળ ભ્રષ્ટાચારનું કાવતરું ઘડાયું હતું આ યોજના રિવ્યુ કરી અને લોકો સમક્ષ મૂકશુ. લોકોને 30 વારનું મકાન આપવું એ સરકારની ફરજ છે અને તેના પર રહેવાનો અધિકાર સરકારે સ્વીકારવો એ માનવતાની વાત છે. શહેરમાં અનેક જગ્યાએ ક્યાંક બિલ્ડરોને લાભ અપાવવા ક્યાંક બગીચા બનાવવા ઝૂંપડપટ્ટી વાસીઓને દબાવીને નોટિસો આપી મત ભાજપને આપજો નહીંતર તમારા ઘર તોડી પડાશે. આ રીતની જે ભાજપ વાત કરે છે તેની સામે લડત ચલાવશુ.
હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે કલેકટર અને કમિશનરે એ વાત સ્વીકારી હતી કે જે પરિવારોના મકાન પાડવામાં આવશે તેને મકાન આપવું ભાજપના ભ્રષ્ટ આગેવાનો માટે સર્કિટ હાઉસ હશે પણ જો તમારા ઘરમાં થી રોડ પર તમને નાખી દે તો આ કેવું થાય ? ત્યારે આવતા વીક સુધીમાં કલેક્ટર કમિશનર જાહેરાત નહીં કરે તો પીપીપી યોજનામાં બિલ્ડર અને કોર્પોરેશન દ્વારા જે પ્રજા દુ:ખિયારી છે તેને ન્યાય અપાવવા પ્રયત્ન કરાશે તબક્કા વાર પીપીપી ના ભ્રષ્ટાચાર નો પર્દાફાશ કરવામાં આવશે કેટલા ઝુપડા હતા, કેટલી જમીનો હતી, કેટલા રૂૂપિયા મળ્યા, બિલ્ડરો દ્વારા કેટલી જમીનો ખુલ્લી રખાય છે આ તમામ પ્રકારની જીણવટ ભરી માહિતી મેળવી તે લોકો સમક્ષ મૂકવામાં આવશે.
હાલ અમારી જાણ મુજબ રાજકોટ શહેરમાં હજારોની સંખ્યામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 260 (1), 260 (2) મુજબ નોટિસોની બજવણી કરવામાં આવી છે.
ત્યારબાદ સ્થાનિક રહીશો દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી દાદ માગવામાં આવેલ છે જૂના નંબર ઈ/જ/ઈ/અ/2379/2025 છે તારીખ 25/2/2025 નામદાર કોર્ટ દ્વારા એક ઓરલી ઓર્ડર પણ પાસ કરવામાં આવેલ છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને કોર્ટથી ઉપરવટ જઈને વિસ્થાપિત કરી શકાય નહીં તેમને વૈકલ્પિક જગ્યાઓ ફાળવવાની સરકાર અને કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઈએ. પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.