રાજકોટની અંકિતા ભટ્ટ રાવલે મિસિસ ઇન્ટરનેશનલનો તાજ જીતી ગૌરવ વધાર્યુ
રાજકોટ મૂળની અને હાલ અમદાવાદ નિવાસી અંકિતા ભટ્ટ રાવલએ હાલમાં યોજાયેલ CLM International Show 2025માં CLM Mrs. International 2025 નો વિજય તાજ જીતી વિશેષ ગૌરવ હાંસલ કર્યું છે. આ પ્રતિષ્ઠિત શો વસ્ત્રાલ ખાતે આવેલા વેદ આર્ચ મોલમાં યોજાયો હતો, જેમાં મિસિસ કેટેગરીમાં અંકિતાએ વિશિષ્ટ પ્રદર્શન કરીને સફળતા મેળવી. શોનું આયોજન CLM Celebrity Look Modeling દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન કિશુ ચાવલાએ સફળતાપૂર્વક સંભાળ્યું હતું.
સ્પર્ધામાં કિડ્સથી લઈને મિસિસ સુધી કુલ 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંકિતાએ આત્મવિશ્વાસ, દૃઢ સંકલ્પ અને પોતાનાં પરિશ્રમના આધારે આ વિજય હાંસલ કર્યો છે. ઇંછ ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય છે અને મુંબઈ, હૈદરાબાદ તથા અમદાવાદમાં પોતાની કારકિર્દી ઊંચી સ્તરે આગળ વધારી છે.
અંકિતાએ અગાઉ મિસિસ ગુજરાત 2023ની ફર્સ્ટ રનરઅપ અને બેસ્ટ સ્માઇલ 2024 જેવા ખિતાબો પણ જીત્યા છે. તેઓ માને છે કે આ પ્લેટફોર્મોએ તેમને પોતાની ક્ષમતા ઉજાગર કરવા માટે મહત્વનો અવસર આપ્યો છે. અંકિતાએ તેમની જીત માટે ખાસ કરીને પોતાની માતા, પતિ,CLM Mentor કિશુ ચાવલા અને CLM International ટીમ તેમજ તેમના મિત્ર વર્તુળ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ તાજ તેમના માટે ફક્ત વિજયનો પ્રતીક નથી, પણ જીવનમાં મળેલ એક યાદગાર અને સન્માનજનક ક્ષણ છે.