સાયલા હાઈવે પર 103 ચોરાઉ સાડી સાથે રાજકોટની ત્રિપુટી ઝડપાઈ
બે વાહન સહિત 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર એસીબી ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીના મુદામાલ સાથે આરોપીની બાતમી મળી હતી.જેમાં નેશનલ હાઇવે પરથી ત્રણ શખસોને રૂૂ.10,72,260ના મુદામાલ સાથે ઝડપી પડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના બનાવો વધતા જિલ્લા પોલીસ વડાએ આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. જેને લઇ એલસીબી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. સાયલા વિસ્તારમાં હોવા દરમિયાન ટીમને ચોરીના સામાન સાથે શખસોની બાતમી મળી હતી.આથી સાયલા નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી.
જ્યાં 3 શખસને રાજકોટના નાકરાવાડીના પ્રકાશભાઇ સંજયભાઇ વણપરા, રાજકટના નવાગામના શૈલેષભાઇ વિરજીભાઇ સાસકીયા, રાજકોટ નવાગામના મુકેશભાઇ રામભાઇ વડુચીયાને ચોરી કરેલ સાડી 103 કિંમત રૂૂ.34000 સાડી વેચાણ કરેલા તેના રોકડા 38260 તથા 1 લોડિંગ વાહન સહિત રૂૂ.10,72,260નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ જે.જે.જાડેજા, ઇનચાર્જ પીએસઆઇ એન.એ. રાયમા, વિજયસિંહ, હુલદિપભાઇ, વજાભાઇ, રવિભાઇ સહિતના જોડાયા હતા.