For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાળુ રજામાં દોઢ મહિનામાં રાજકોટ એસટીને 20.45 કરોડની આવક

05:15 PM May 27, 2025 IST | Bhumika
ઉનાળુ રજામાં દોઢ મહિનામાં રાજકોટ એસટીને 20 45 કરોડની આવક

ડિવિઝને 58000 ટ્રીપ દોડાવતા 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી, ગત વર્ષ કરતા આવકમાં 13.70 લાખનો વધારો

Advertisement

રાજકોટને સૌરાષ્ટ્રને હબ ગણવામાં આવે છે અને ઉનાળામાં સૌરાષ્ટ્રના પ્રવાસ માટે રાજકોટને પ્રવેશદ્રાર ગણવામાં આવે છે. ત્યારે ઉનાળાની રજાઓમાં મુસાફરોની સુવિધા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમાં 58000 ટ્રીપ મારવામાં આવતા દોઢ મહિનામાં જ રૂા.20.45 કરોડની વધારાની આવક થતા ઉનાળુ વેકેશન રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યું છે.

રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર વધુ રહેતી હોય છે, જેને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું હતુ. વર્ષ 2024ની તૂલનામાં 2025માં આવકમાં રૂૂ. 13 લાખથી વધુનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 30,000 મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. આ ઉપરાંત 58000 ટ્રીપોનું સંચાલન થયું છે.
રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર તરફ ઉપરાંત દ્વારકા અને સોમનાથ તરફ એકસ્ટ્રા બસોનુ સંચાલન કરેલું છે. રાજકોટ એસટી ડિવિઝનના અલગ-અલગ ડેપો પરથી 60 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન દરમિયાન વર્ષ 2024માં એસટી વિભાગને કુલ આવક રૂૂ. 20.31 કરોડ જેટલી થઈ હતી. તો તેની સામે વર્ષ 2025માં 20.45 કરોડ જેટલી આવક થઈ છે.

Advertisement

આ વર્ષે 30,000થી વધુ મુસાફરોનો વધારો 5 એપ્રિલથી 25 મે, 2025 દરમિયાન ગત વર્ષે 33.67 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જેની સામે આ વર્ષે 33.97 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. એટલે કે, યાત્રીઓની સંખ્યામાં પણ રૂૂ. 30,000નો વધારો થયો છે. હાલ ઉનાળાના વેકેશનમાં મુસાફરો સસ્તી અને સલામત સવારી ગણાતી એસટી બસની મુસાફરી કરી રહ્યા છે અને તેથી વેકેશનમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરથી જતી એસટી બસમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં રૂૂ. 10 લાખનો વધારો રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક સરેરાશ રૂૂ. 60 લાખની આસપાસ હોય છે, જે હાલમાં 68થી 70 લાખ રૂૂપિયા આવક થવા પામે છે. જે રેગ્યુલર દિવસ કરતા 8થી 10 લાખ રૂૂપિયા વધારે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement