વિદેશની ધરતી પર ધૂમ મચાવતા રાજકોટના ગાયક વિનોદ પટેલ
અમેરિકા યુરોપ સહિત વિશ્વના પાંત્રીસ દેશોમાં 3450 કરતા વધારે સંગીત કાર્યક્રમ આપી અનેક ઍવોર્ડ મેળવનાર ખ્યાતનામ ગાયક ફક્ત રાજકોટ નહિ પણ ગુજરાતનું ગૌરવ એવા વિનોદ પટેલે તાજેતરમાં વિદેશની ધરતી ઉપર પોતાનું ગળું ગહેકાવી ગુજરાતી ગીત, ગઝલ, ભજન તેમજ સોળ સંસ્કાર જેવા કાર્યક્રમો રજુ કરી, વિદેશમાં વસવાટ કરતા ભારતીયોની ભારે સરાહના પ્રાપ્ત કરી હતી.
ગુજરાત સાહિત્ય એકેડમી ન્યુજર્સી યોજિત કાર્યક્રમમાં વિનોદ પટેલે ભક્તિરસ પીરસી દર્શકોને ભાવવિભોર કર્યા હતા, આ પ્રસંગે પ્રમુખ હિમાંશુ દેસાઈ, પદ્મશ્રી ડો.સુધીર પરીખ, ગૌરાંગ મહેતા, ગીની માલવિયા, પ્રાર્થના ઝહા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મન મોરપીંછ અને મોરલીનો નાદ શિર્ષક હેઠળ ભજન, કીર્તન, લોકગીત, સુગમ અને ભક્તિરસમાં શ્રોતાઓ રસ તરબોળ બન્યા હતા, આ તકે સુધીર પરીખે ભારે સરાહના વ્યક્ત કરી હતી,જ્યારે ન્યૂયોર્ક ખાતે સિનિયર કોમ્યુનિટ શ્રીનાથજી હવેલી દ્વારા ’ ફાધર્સ ડે’ નિમિત્તે યોજાયેલ ડાયરામાં માતા પિતા અને માનવતા સંદર્ભિત કાર્યક્રમની ભારે પ્રશંસા થઈ હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ ચંદ્રકાંત શાહ ઉપસ્થિત રહ્યા હતા. નવીનભાઈ શાહ, ડો.દિલીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પેન્સિનવાનીયામાં પેન્સિનવાનીયામાં જલારામ મંદિર ખાતે પંકજભાઇના પેન્સિનવાનીય પટેલ પરિવાર યોજિત કાર્યક્રમમાં જલારામબાપા અને ભોજ્લભગતના ભજનો રજુ કર્યા હતા. જ્યારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ કેલિફોર્નિયા શાખા દ્વારા સદગુરૂૂ પુરાણી જ્ઞાન સ્વરુપદાસજીઅને મહંતસ્વામીઍ ગાયક વિનોદ પટેલની કલાને બિરદાવી હતી. જ્યારે મનુભાઈ પટોડીયા પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. ફિનિક્સ એરિઝોના સ્વામિનારાયણ ગુરુકુળ શાખા દ્વારા ડો, ચતુરભાઈ બાબરીયા પ્રેરીત કાર્યક્રમમાં વિનોદ પટેલે કીર્તનભક્તિ રજુ કરી હતી. ડાયરો,કીર્તન,ક્રિશ્ના અવતાર, જલારામ ઝાંખી, ભોજાભગતની વાણી, જૈન ભાવના, ગીતગાન સોળસંસ્કાર, પ્રેમ અને લગ્નજીવન, જીવન એક ઉત્સવ, મૃત્યું એક મહોત્સવ જેવા સ્પેશ્યલ પ્રોગ્રામ માટે વિદેશમાં ખ્યાતિ પામેલ વિનોદ પટેલ દ્વારા કેનેડા રાધાકૃષ્ણ ટેમ્પલમાં ચિંતન ભાવસાર, ઈન્દ્રકાંત પટેલ, જતીન ગુજરતી દ્વરા સોળ સંસ્કાર તેમજ હિન્દી ભક્તિ સંગીત તેમજ વડતાલધામ ન્યૂઝર્સિ-વડતાલધામ ડલાસ ખાતે પણ સોળ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.