રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખેડૂત ખાતેદારના નવા પરિપત્રને આવકારતું રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન

04:54 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

લડતને સફળતા મળી, મુખ્યમંત્રી-ભાજપ ઉપાધ્યક્ષનો માનેલો આભાર

ખેડૂત ખાતેદાર તરીકેનું સર્ટિફિકેટ મેળવવા માટે 1955થી ઉતરોતર ગામ નમુના નંબર 6નું મેળવણું કરીને આપીએ ત્યારે જ ખેડૂત સર્ટિફિકેટ નીકળે તેવી જોગવાઈ સામે રેવન્યુ બાર એસોસિએશન તથા બિલ્ડર એસોસિયેશનની લડત તેમજ સતત રજૂઆતોના અંતે ગઈકાલે રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા 06/ 04/1995 પહેલાંનું રેકર્ડ ધ્યાને નહીં લેવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા આ અંગે રેવન્યુ બાર એસો.ના સૂત્રધારો રમેશ કથીરિયા અને વિજય તોગડીયાએ લેખિતમાં જણાવ્યા મુજબ, ખેડૂત ખાતેદારના સર્ટિફિકેટ માટે 1955થી ઉતરોતર ગામ નમુના નંબર 6નું મેળવણું કરીને આપીએ ત્યારે જ ખેડૂત સર્ટિફિકેટ નીકળે તેવી જોગવાઈ હતી.

જેને લઈને ખેડૂતોમાં રોષ અને અસંતોષ હતો, જે ધ્યાનમાં લઈને રેવન્યુ બાર એસોસિએશને રાજકોટ કલેકટર અને મુખ્યમંત્રી રાજકોટને એવી રજૂઆત કરી હતી કે, જ્યારે સક્ષમ અધિકારી દ્વારા એન્ટ્રી પ્રમાણિત કરવામાં આવતી હોય અને મહેસૂલી કર્મચારી દ્વારા જ રેવન્યુ રેકર્ડ તૈયાર કરવામાં આવેલ હોય અને તેની સાંકળ વી.ની જાળવણીની જવાબદારી તેમની હોય તો શા માટે તેની જવાબદારી ખેડૂતો ઉપર લાદવામાં આવે છે? તેમજ રેવન્યુ રેકર્ડ પણ ઉતરોતર મળતું ન હોય, ખોટી એન્ટ્રીઓ પણ તલાટી દ્વારા પાડી મામલતદાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ હોય તેનો ભોગ પણ અભણ ખેડૂત કેમ બને? હાલમાં જેનું રેકર્ડ જ ગવર્મેન્ટ ઓફિસમાં નથી તેની માંગણી અરજદાર પાસે કેમ માંગવામાં આવે છે? જેની જવાબદારી સરકાર પર છે તે ખેડૂતો ઉપર કેમ ડાયવર્ટ કરવામાં આવે ? તેમજ 1955નું રેવન્યુ રેકર્ડ આધુનિક સમયમાં માંગવુ કેટલું ઉચિત ગણાય? તેવી બાબત રજૂ કરીને 30 વર્ષનું રેકર્ડ માંગવા અથવા વિકલ્પે નવી માપણી સુધીનું રેકર્ડ માંગવાની માગણી તા.07/ 07/ 2023ના રોજ કલેકટર તેમજ મુખ્યમંત્રીને કરેલ અને 1995ના રેવન્યુ રેકર્ડ માંગવાના કારણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર વધી ગયો હતો, જે કારણોસર ખેડૂતો અને જમીન-મકાનના ધંધા સાથે સંકળાયેલા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, આ અંગે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનની લડતમાં બિલ્ડર એસોસિએશન, સ્થાનિક રાજકીય લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતનો દોર ચાલુ કરેલ, અને લોકરોષનો ભોગ સરકારે ન બનવું પડે તે માટે મહેસુલ વિભાગ દ્વારા તા.13/ 09/ 2024ના રોજ પરિપત્ર કરી નસ્ત્રતા. 06/ 04/ 1995 અગાઉના રેકર્ડ ધ્યાને લેવાના રહેશે નહીંસ્ત્રસ્ત્ર તેવો પરિપત્ર કરી લોક લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, સેક્રેટરી વિજયભાઇ તોગડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતો તેમજ જમીન મકાન સાથે સંકળાયેલા લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot Revenue Bar Association
Advertisement
Next Article
Advertisement