મંગલમૂર્તિ મોર્યા, બાપાના સ્વાગતમાં રાજકોટવાસીઓ ડોલ્યા
04:28 PM Aug 27, 2025 IST | Bhumika
રાજકોટમાં આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાનું વાજતે ગાજતે આગમન થયું હતું. શ્રધ્ધાળુઓએ પોતાના ઘરોથી માંડી વિવિધ સંગઠનો-સંસ્થાઓએ જાહેર પંડાલોમાં દાદાનું ભાવપૂર્વક સ્થાપન કર્યુ હતું. ગણપતિ બાપ્પા મોર્યાના નાદ અને ડીજેના તાલે નાચ ગાન સાથે લોકોએ બાપાનું સ્વાગત કર્યું હતું અને રાજકોટ ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. રાજકોટમાં પોલીસની મંજુરીથી 262 સ્થળે વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા જાહેર પંડાલોમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણથી માંડી 10 દિવસ સુધી પંડાલોમાં ગણપતિજીના ગુણગાન અને પુજન અર્ચન આજથી શરૂ થયા છે.
Advertisement
Advertisement