For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ આજથી કાયમી ધોરણે બદલાયેલા સમયે ચાલશે

03:49 PM Dec 16, 2023 IST | Bhumika
રાજકોટ પોરબંદર એક્સપ્રેસ આજથી કાયમી ધોરણે બદલાયેલા સમયે ચાલશે

રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનની જગ્યાએ હવે 16 ડિસેમ્બર, 2023થી રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ કાયમી બદલાયેલા સમય સાથે ચલાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.

Advertisement

ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16મી ડિસેમ્બર, 2023થી દરરોજ 16.10 કલાકે રાજકોટ ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. રિટર્ન માં ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 16મી ડિસેમ્બર, 2023 થી દરરોજ સવારે 05.45 કલાકે પોરબંદરથી ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટથી 15.15 કલાકે દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ અને પોરબંદરથી 07.30 કલાકે દોડનારી ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ 16 ડિસેમ્બર, 2023થી રદ કરવામાં આવી છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement