પ્યાસીઓના જીવ બાળતી રાજકોટ પોલીસ, રૂા. 3.49 કરોડના દારૂ-બિયર ઉપર બુલડોઝર ફેરવ્યું
ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના આદેશથી રાજકોટ શહેરમાં વર્ષ 2024 અને 25 દરમિયાન ઝડપવામાં આવેલ રૂૂ.3.49 કરોડના દારૂૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂૂ-બીયરના જથ્થાનો નિકાલ કરવા માટે શહેર વિસ્તાર માટેની સમિતિની રચના કરવામાં આવેલ છે, જે સમિતિ રૂૂબરૂૂમાં સમિતિના અધ્યક્ષ, સભ્યો તથા સભ્ય સચિવ દ્વારા સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચેનો ડાબી બાજુએ આવેલ સરકારી ખરાબો વાળી જગ્યાએ મુદ્દામાલના નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેર પોલીસ દ્વારા કોર્ટની દારૂૂ-બીયરના જથ્થાનો નાશ કરવા મંજૂરી મેળવ્યા બાદ ઝોન 1ના 148 કેસમાં કબજે કરેલ રૂૂ.1.21 કરોડની કીમતનો 38145 દારૂૂ-બીયરની બોટલો જયારે ઝોન 2 ના 147 કેસ માં રૂૂ.28.47 લાખનો 52243 દારૂૂ-બીયરની બોટલો ક્રાઈમ હેઠળના 60 કેસમાં કબજે કરેલ રૂૂ.2 કરોડની કીમતનો 37392 દારૂૂ બીયરનો જથ્થો મળી કુલ 355 કેસ મારફતે કબજે કરવામાં આવેલ 80950 દારૂૂ અને બીયરનો જથ્થો જેની કિંમત 3.49 કરોડ હોય તે દારૂૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો