For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તિરંગા યાત્રાના રંગે રંગાયું રાજકોટ, આઝાદી પર્વ જેવો માહોલ

04:33 PM Aug 10, 2024 IST | Bhumika
તિરંગા યાત્રાના રંગે રંગાયું રાજકોટ  આઝાદી પર્વ જેવો માહોલ
Advertisement

બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોક સુધી તિરંગો છવાયો, મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાયા

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન તિરંગા યાત્રા ાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.08/08/2024થી તા.15/08/2024 સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.10 ઓગષ્ટના રોજ સવારે 09:00 કલાકે ભવ્યાતિ ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતાં.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ તિરંગા યાત્રાના અનુસંધાને ભવ્ય સ્ટેજ બનાવવામાં આવેલ, રેસકોર્ષ રિંગ રોડ ફરતે તેમજ બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધીના યાત્રાના રૂૂટ પર આવેલ ઈમારતો પર તિરંગા લહેરાવવામાં આવેલ, રૂૂટ પર અલગ અલગ સ્થળ પર પરફોર્મન્સ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવેલ, તિરંગાના વિતરણ માટે અલગ અલગ સ્થળે નવ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, રૂૂટ પર પાણી અને મેડીકલની ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી, યાત્રાના પાઈલોટીંગ માટે પોલીસના જવાનો અને બેન્ડ તેમજ ફાયર બ્રિગેડના જવાનો તૈનાત કરવામાં આવેલ હતા.

આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રમુખ જીલ્લા પંચાયત રાજકોટ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા અને નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બને તે માટે તાજેતરના વર્ષોમાં આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મેટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા અભિયાન કરવા આહવાન કર્યું હતું જેને સૌ ઉત્સાહભેર અનુસર્યા હતા. આ સીલસીલો વધુ આગળ ધપાવવા આજે રાજકોટથી તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દેશમાં સુરાજ્ય સ્થાપિત રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ ડાયસ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવેલ અને સર્વે મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા રૂૂટના પુર્ણાહુતિ સ્થળ જ્યુબિલી ચોક ખાતે જ્યુબિલી ગાર્ડનમાં આવેલ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરવામાં આવેલ.

સ્વતંત્રતા સંગ્રામની યાદ આવી ગઈ : નડ્ડા
યાત્રાના પ્રારંભ પૂર્વે યોજાયેલ ડાયસ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર વિભાગના મંત્રી તેમજ ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીએ જણાવેલ કે, આ તિરંગા યાત્રામાં આપણી નજર પડે ત્યાં સુધી માનવ મહેરામણ અને તિરંગા લહેરાય છે તે જોઇને આપણને સ્વતંત્રતા સંગ્રામની યાદ અપાવે છે. આઝાદીની લડતમાં ગુજરાતનું ખુબ મોટું યોગદાન રહ્યું હતું. ગુજરાત તો વીરો, મહાપુરુષો, સંતો-મહંતો, સમાજ સુધારકો અને આઝાદીના લડવૈયાઓની પવિત્ર ભૂમિ છે તેને હું વંદન કરું છું. આઝાદીની લડતમાં અમુલ્ય યોગદાન આપનાર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ગુજરાત છે. સરદાર વલ્લભભાઈ પટેલએ ભારતના 562 રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement