રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ મેયર ઇલેવન ચેમ્પિયન

06:21 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023-24 અંતર્ગત સુરત અને રાજકોટ મેયર ઇલેવનની ટીમો વચ્ચે ફાઇનલ મેચ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે તા.31/1/2024, બુધવારના રોજ સાંજે 7 કલાકે રમાયેલ યોજાયો.આ ફાઇનલ મેચની પ્રથમ ઇનિંગમાં રાજકોટ મેયર ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરી 153 રન બનાવેલ અને સુરત મેયર ઇલેવન માટે 154 રનનો ટાર્ગેટ આપવામાં આવેલ. જેમાં રાજકોટ મેયર ઇલેવન વતી કેપ્ટનું પુષ્કરભાઇ પટેલ 60 રનના જુમલો બનાવેલ અને પ્લેયર ઓફ ધ મેચ અને સાથોસાથ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત થયેલ, તેમજ કાળુભાઇ કુંગશીયાએ 34 અને પરેશભાઇ પીપળીયાએ 23 રન કરેલ.

Advertisement

બીજી ઇનિંગમાં સુરત મેયર ઇલેવન સાત વિકેટ ગુમાવી અને 151 રન કરી શકેલ. જ્યારે રાજકોટ મેયર ઇલેવન વતી કેપ્ટન પુષ્કરભાઇ પટેલ એ બે વિકેટ, તેમજ કેતનભાઇ પટેલએ બે વિકેટ અને કાળુભાઇ કુંગશીયાએ એક વિકેટ ઝડપી ટીમને જીત તરફ દિશા આપવામાં મહત્વનું યોગદાન આપેલ. રસાકસીભર્યા મેચમાં છેક સુધી પ્રેક્ષકોનાી ઇંતેજાર સાથે ફાઇનલ મેચમાં બે રનથી રાજકોટ મેયર ઇલેવન વિજય વાવટો ફરકાવી ટુર્નામેન્ટ ચેમ્પિયન બની.રાજકોટ મેયર ઇલેવન ટીમને સુરત સામે મજબુત ટક્કર આપીને ફાઇનલ મેચમાં જીત હાંસલ કરી ટુર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફી મેળવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તરફથી અભિનંદન પાઠવેલ છે.

ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવતા ઉદય કાનગડ

અમદાવાદ સરદાર સ્ટેડીયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી-20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024માં ફાઇનલમાં રાજકોટ મેયર ઇલેવનનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ફાઇનલ મેચમાં ભવ્ય વિજય થયો છે. ત્યારે વિધાનસભા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ રાજકોટ મેયર ઇલેવનની સમગ્ર ટીમને તેમજ ટીમના કેપ્ટન અને સ્ટેન્ડીગ કમિટિના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલને મેન ઓફ ધ સિરીઝ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Tags :
gujaratGujarat Inter Corporation T-20 Cricketgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement