રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત
દેણું વધી જતા દુકાનમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
બે વખત કરીયાણાની દુકાન ખોલી છતા ધંધો ચાલ્યો નહીં
રાજકોટ સહીત રાજયભરમા આર્થીકભીંસનાં કારણે અનેક લોકો આત્મહત્યા અને આપઘાતનાં પ્રયાસો કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમા મુળ કુવાડવાનાં રફાળા ગામનાં વતની અને હાલ રાજકોટમા રહેતા વેપારીએ બે વખત કરીયાણાની દુકાન ખોલી હતી. પરંતુ ધંધો નહી ચાલતા છેલ્લા દોઢેક માસથી રાજકોટ બેડી યાર્ડમા દુકાન ભાડે રાખી તલનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ ધંધો નહી જામતા દેવામા ડુબેલા અને આર્થીક ભીંસથી કંટાળેલા વેપારીએ પોતાની દુકાનમા ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવાર અને વેપારી આલમમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
રાજકોટમા મોરબી રોડ પર આવેલા ઓમકાર પાર્કમા રહેતા અને બેડી માર્કેટ યાર્ડમા ભાડાની દુકાન રાખી તલનો વ્યવસાય કરતા શશીકાંતભાઇ શીવલાલભાઇ ચંદારાણા નામનાં પપ વર્ષના વેપારી બેડી માર્કેટ યાર્ડ ખાતે પોતાની દુકાનમા હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. વેપારી આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા વેપારીની સારવાર કારગત નીવડે તે પુર્વે જ ફરજ પરનાં તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ખાનગી હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વેપારીનાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક શશીકાંતભાઇ ચંદારાણા મુળ કુવાડવાનાં રફાળા ગામનાં વતની હતા. અને 3 ભાઇ 3 બહેનમા વચેટ હતા. મૃતક શશીકાંતભાઇ ચંદારાણાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે .
શશીકાંતભાઇ ચંદારાણાએ હળવદમા કરીયાણાનો ધંધો ચાલુ કર્યો હતો પરંતુ ધંધો નહી ચાલતા ત્યા દુકાન બંધ કરી ફરી નીકાવામા કરીયાણાની દુકાન ખોલી હતી. પરંતુ ધંધો નહી ચાલતા નીકાવા ખાતેની દુકાન પણ બંધ કરી દીધી હતી અને છેલ્લા 17 મહીનાથી રાજકોટ ખાતે રહેવા આવી ગયા હતા. અને દોઢેક માસ પુર્વે બેડી યાર્ડમા દુકાન ભાડે રાખી તલનો ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ ધંધો નહી જામતા દેવામા ડુબેલા અને આર્થીક ભીંસથી કંટાળેલા વેપારીએ પોતાની દુકાનમા ઝેર પી જીવન ટુંકાવી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.