ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લીલિયા પંથકમાં છેતરપિંડીના ગુનામાં 16 વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો

03:51 PM Jul 26, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

નાસતા-ફરતા આરોપીઓને પક્ડી લેવા પોલીસે ડ્રાઇવ યોજી હતી

Advertisement

લીલીયા પંથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર રાજકોટના આધેડને એલસીબીએ ઝડપી લીધા હતા. તેમને લીલીયા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

રાજકોટના કાલાવડ રોડ ઓમ સોસાયટીમાં રહેતા પ્રદિપ ઉર્ફે જયંતિ કાનજીભાઈ વડસખા સામે લીલીયા પોલીસ મથકમાં 16 વર્ષ પૂર્વે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. જે બાદ આ શખ્સ પોતાની ધરપકડથી બચવા માટે ફરાર હતો. ત્યારે અમરેલી જિલ્લામાં 30 જુલાઈ સુધી નાસતા- ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું છે.ત્યારે લીલીયામાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર પ્રદિપ ઉર્ફે જયંતિ વડસખાને ઝડપી લીધો હતો. તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
gujaratgujarat newslilyanewsrajkotrajkot news
Advertisement
Advertisement