રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-મહેબૂબનગર, બરૌની, ઓખા-ગાંધીગ્રામ ટ્રેનની ટ્રિપ લંબાવાઇ

04:44 PM Aug 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જન્માષ્ટમી સહિતના તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની સુવિધા વધારતું રેલવે

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ વિશેષ ભાડા પર રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનો ના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ જે અગાઉ 25 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 સપ્ટેમ્બર થી 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ જે અગાઉ 24 ઓગસ્ટ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ઓગસ્ટ થી 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09575 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 7 ઓક્ટોબર થી 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 જે અગાઉ 1 ઓક્ટોબર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 8 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ જે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 4 ઓક્ટોબર થી 27 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 29 સપ્ટેમ્બર, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 6 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09436 ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ 18મી ઑગસ્ટ, 2024 થી શરૂૂ થશે જ્યારે ટ્રેન નંબર 09575 અને 09569ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 20 ઑગસ્ટ, 2024 થી તમામ ઙછજ કાઉન્ટર્સ અને ઈંછઈઝઈ વેબસાઇટ પર શરૂૂ થશે.

Tags :
gujaratgujarat newsOkha-Gandhigram trainrajkotrajkot newsRajkot-Mahebubnagar train
Advertisement
Next Article
Advertisement