For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટનો લોકમેળો યાંત્રિક રાઈડ્સ વગર જ યોજાશે?, હાઈકોર્ટના નિર્ણય તરફ મીટ

12:16 PM Aug 23, 2024 IST | Bhumika
રાજકોટનો લોકમેળો યાંત્રિક રાઈડ્સ વગર જ યોજાશે   હાઈકોર્ટના નિર્ણય તરફ મીટ
Advertisement

એસઓપીના મુદ્દે તંત્ર અને યાંત્રિક રાઈડ્સના ધંધાર્થીઓ વચ્ચે મડાગાંઠ

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઈકોર્ટના આકરા વલણના લીધે આ વખતે જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOPજાહેર કરી છે. ત્યારે આ જઘઙને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ કરવા ઇચ્છતું ન હોવાથી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે.

Advertisement

તેવામાં આજે આ SOPસંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો જઘઙમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચતા જિલ્લા કલેક્ટર પણ એકશનમાં આવ્યા છે અને તેઓએ પણ તંત્રને દોડતું કરી જ્યાં સુધી હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઈડ્સનું કામ અટકાવી દીધું છે. હવે આજે હાઈકોર્ટમાં સુનાવણી થાય તે તરફ સૌની મીટ મંડાયેલી છે. હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય ન આવે કે, રાઈડસ સંચાલકોની વિરૂધ્ધ નિર્ણય આવે તો મેળો રાઈડસ વગર જ યોજાય તેવી સ્થિતિ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટના લોકમેળામાં સંચાલકો જઘઙનો વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારની SOPમુજબ કોઈપણ યાંત્રિક રાઈડ્સ શરૂૂ કરતાં પહેલાં તેના સ્ટ્રક્ચરને પાકું કરવાની સૂચના આપવામાં આવી છે. તેનું ફાઉન્ડેશન ભરી તેના પાયા મજબૂત કરવાના આદેશ કરાયા છે. જેના કારણે યાંત્રિક રાઈડ્સના સંચાલકો આ SOPનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે લોકમેળા માટે યાંત્રિક પ્લોટની હરરાજી કરવામાં આવતી હતી ત્યારે આ SOPના નિયમો હળવા કરવાની માંગ સાથે રાઈડ્સના સંચાલકો હરરાજીમાં જોડાયા ન હતા. ત્રણેક વખતના પ્રયાસ બાદ તમામ પ્લોટ એક જ સંચાલક દ્વારા રૂૂ.1.27 કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement