રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠીયાની ઓફિસમાંથી મળ્યો કુબેરનો ખજાનો, 5 કરોડની રોકડ અને 1 કરોડોનું સોનુ જપ્ત
રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મનસુખ સાગઠીયાની ધરપકડ બાદ અનેક મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા હતાં. ત્યારબાદ એસીબીએ તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધયો હતો. ત્યારે મોડી રાત્રે મનસુખ સાગઠીયાને સાથે રાખીને તેમની ઓફિસ ખાતે એસીબીએતપાસ હાથ ધરી હતી. શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ અને એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. તેમજ મોટા પ્રમાણમાં જમીનના દસ્તાવેજો પણ એ.સી.બીએ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠીયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતાં. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું. તેમજ મોટા પ્રમાણમાં જમીનના દસ્તાવેજો પણ એ.સી.બીએ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.