રાજકોટનાં પિતા-પુત્રીએ વડોદરામાં લસ્સીમાં ઝેર ભેળવી કર્યો આપઘાત, ધંધાની ભાગીદારીને કારણે જિંદગી ટૂંકાવી
રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પિતા-પુત્રીએ લસ્સીમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લઈ આત્મહત્યા કરી છે. મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતા ધ ફ્લોરિનસ એપાર્ટમેન્ટના 203 મકાન નંબર રહેતા પિતા-પુત્રીએ ઝેરી દવા પીધી હતી. ચિરાગ બ્રહ્માણી અને આઠ વર્ષની પુત્રીએ એક સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. તેઓ મૂળ રાજકોટનાં વતની છે
વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામમાં પિતા-પુત્રીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળેલી માહિતી અનુસાર ભાયલી ગામમાં આવેલી ધ ફ્લોરેન્સ નામની સોસાયટીની B વિંગના મકાન નંબર 203માં રહેતા ચિરાગભાઈ બ્રહ્માણી અને તેમની પુત્રી વૈશ્વીએ રહસ્યમય સંજોગોમાં લસ્સીમાં ઝેર ભેળવી ગટગટાવી લઈ આપઘાત કર્યો છે. હાલ પિતા-પુત્રીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.પિતા રાજકોટથી આવવા નીકળી ગયા છે.
મૃતક ચિરાગ બ્રહ્માણીના પિતાનું નામ મુકેશભાઈ અને માતાનું નામ હર્ષાબહેન છે. ચિરાગ કોમ્પ્યુટરનું કામ કરતો હતો. પુત્રીનો બે દિવસ પછી જન્મદિવસ હતો. ચિરાગ બ્રહ્માણીના થોડાક મહિના પહેલા પત્ની સાથે ડિવોર્સ થયા હતા. પિતા-પુત્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હતા મૃતકના પિતા મુકેશભાઈએ કહ્યું હતું કે સવારે વીડિયો જોયો હતો. મેં સુસાઈડ નોટ વાંચી નથી. મને વધારે કંઇ ખબર નથી.
આ અંગે વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદે જણાવ્યું હતું કે આપઘાત કરનાર ચિરાગ બ્રહ્માણીએ દીકરી વૈષ્વી સાથે લસ્સીમાં ઝેર મિલાવી આપઘાત કરી લીધો હોવાનું જણાય છે. આપઘાતના આ બનાવમાં મૃતકની 50થી 60 પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે લખ્યું છે કે ધંધાકીય ભાગીદારના કારણે મારા જીવનમાં મુશ્કેલી આવી જતાં આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું છે.