એકના ડબલની લાલચ આપી રાજકોટનાં પરિવાર સાથે છ લાખની ઠગાઈ
મહિલાએ કહ્યું મારા પિતા પાલિતાણા મંદિરની સેવા કરે છે, તમો રૂા.3 લાખ આપો અમે તમને રૂા.10 લાખવાળો 3BHK ફલેટ 3 લાખમાં અપાવી દેશું
શાતીર દિમાગની ક્રિષ્ના મૂળ જૂનાગઢની, અનેકને શીશામાં ઉતાર્યા, પોલીસ મથકે ચારેક અરજદારો પહોંચતા રાત્રે જ ઝડપી લેવાઈ
રાજકોટ શહેરમાં બજરંગવાડીમાં આવેલા પુનિતગનરમાં રહેતા એક પરિવારને પરિચિત મહિલાએ એકના ડબલ કરવ્ની લાલચ આપી પાંચ તોલા સોનું અને રૂા.3 લાખ રોકડા લઈ ઇમિટેશનના દાગીના પધરાવી દેતા ગાંધીગ્રામ પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની વિગતો અનુસાર, જામનગર રોડ પર બજરંગવાડી-6 પુનિતનગર શેરી નં.1માં રહેતા અશોકભાઈ દામજીભાઈ જેઠવા (મોચી) (ઉ.46)એ પોતાની ફરિયાદમાં ક્રિષ્નાબેન સમીપભાઈ શાહનું નામ આપતાં તેમની સામે છ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવઈ છે આ અંગે અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સોફાસેટનું કામ કરે છે.
તા.17/2ના રોજ પત્ની મનીષાબેન મારા બનાવેલા બહેન કુસુમબેન ધીરૂભાઈ ઘોડાસરા (રહે.ઈન્દિરા સર્કલ પાસે)ના ઘરે માતાજીના મઢે પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતાં ત્યાં આ ક્રિષ્નાબેનનો સંપર્ક થતા તેની સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં તેઓએ ઘરે આવી તમે અમને થોડુ સોનુ આપો હું તમને પચ્ચીસ તોલા સોનુ પરત કરીશ તેવું જણાવ્યું હતું. બાદમાં તા.22/2ના રોજ ક્રિષ્નાબેન શાહ અમારા ઘરે આવ્યા હતાં અને તેઓ વાત કરીકે મારા પિતા પાલીતાણા મંદિરમાં ટ્રસ્ટી છે. તમે મને સકનના 3 લાખ આપો બાકીના સાત લાખ સેલામાંથી આપી તમોને રૂા.10 લાખ વાળું 3 બીએચકે આવાસ રૂા.3 લાખમાં આપવાની લાલચ આપી અને તેઓને ગાયકવાડી બ્રાંચમાંથી ત્રણ લાખની એફડી તોડી રૂા.3 લાખ ક્રિષ્નાબેનને આપ્યા હતાં. અને બાકીના પાંચ તોલું સોનુ આપ્યું હતું.
થોડા દિવસ બાદ ક્રિષ્નાબેન શાહ ઘરે આવ્યા અને બે પેંડલ સેટ, બે ચેઈન, એક બ્રેસલેટ, એક જોડી બુટી તેમજ એક જોડી બંગડી આપી ગયા હતાં. જે બીજા દિવસે બજરંગવાડીમાં આવેલા ગાત્રાળ જવેલર્સમાં બતાવવા જતાં ચેક કરાવતા ઈમિટેશનના ખોટા દાગીના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ક્રિષ્નાબેન શાહે રૂા.3 લાખ લાખની રોકડ અને પાંચ તોલા સોનુ રૂા.3 લાખનું ઓળવી જઈ છેતરપીંડી આચરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી.અકબરીની રાહબરીમાં આરોપી ક્રિષ્નાબેન સમીપભાઈ શાહ (રહે. ઈન્દીરા સર્કલ, દ્રષ્ટિ એપાર્ટમેન્ટ)ને પકડી લઈ તેમની પુછપરછ કરતાં તેમણે અન્ય ત્રણેય લોકોને છેતર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
નાઈરોબી પરણેલી ક્રિષ્નાના છૂટાછેડા થતા રાજકોટ આવી અવળા રવાડે ચડી ગઈે
મુળ જૂનાગઢની અને નાયરોબી પરણેલી ક્રિષ્ના ચાર વર્ષ પહેલા પતિ સમીપ શાહને છૂટાછેડા આપી વતન પરત ફરી હતી. પરંતુ, પરિવારજનો તેની પાસે રહેલા લાખોની રકમની માંગણી કરતા ક્રિષ્ના ભરડવા રાજકોટ રહેવા આવતી રહી હતી.હાઇ-ફાઇ લાઇફ સ્ટાઇલના કારણે અવળા રવાડે ચડી ગયેલી ક્રિષ્ના ભરડવા શરાબ અને ફાકી,સીગરેટની શોખીન છે.
ફરિયાદીનું પાંચ તોલા સોનું સોનીબજારમાં ઓગાળી,સાગરીતને સાચવવા આપી દીધું
છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલી સતીર દિમાગ ક્રિષ્ના ભરડવાની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે અશોકભાઈ પાસેથી મેળવેલું પાંચ તોલા સોનુ સોની બજારમાં ઓગળી નાખ્યું હતું અને આ સોનુ કોઠારીયા રોડ પર રહેતા તેમના સાગરીતને સાચવવા આપી દીધું હતું.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી.ટી.અકબરીની રાહબરીમાં રાઇટર એએસઆઈ જે.કે.જાડેજા અને ટીમે સોનુ રિકવર કરવા તજવીજ શરૂૂ કરી છે.
અગાઉ PSIમાં પાસ કરાવી દેવામાં પકડાઈ ચૂકેલી ક્રિષ્ના ધો.10 સુધી ભણેલી,13 ભાષા જાણે છે!
પોલીસે છેતરપિંડીમાં પકડાયેલી ક્રિષ્નાએ અગાઉ રાજકોટમાં શારીરિક કે લેખિત પરિક્ષા આપ્યા વગર સીધો જ પોલીસ કે પીએસઆઇનો ઓર્ડર અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો પાસેથી લાખો રૂૂપિયા ખંખેરી લીધા હતા.આરોપી અગાઉ પણ