રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ તા. પં.ના મહિલા પ્યૂન અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી સહિત ચારના હાર્ટએટેકથી મોત

12:26 PM Jul 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ ચાર વ્યકિતના ધબકાર બંધ થઇ ગયા છે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતના મહિલા પિયુન અને ભાવનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ સેક્રેટરી સહિત ચારના મોત નિપજતા પરિવારમાં કરૂવા કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા અને તાલુકા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ગોમતીબેન મનસુખભાઇ ઝાપડીયા નામના 58 વર્ષના પ્રોૈઢા પોતાના ઘરે હતાં. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયા હતા. પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ ચોકડી પાસે રહેતો લક્ષ્મીનારાયણ રામદપાલ રામ નામનો 43 વર્ષનો યુવાન રાત્રીના પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જાયં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હોવાનું તબિબોએ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક યુવાન બે ભાઇ તથા બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડીસ્ટ્રી ભાવનગર ના ભુતપૂર્વ સેક્રેટરી તેમજ ભાવનગર ઇલેકટ્રીક મરચન્ટ એસોસીએશનના પ્રમુખ કેતનભાઇ મહેતા ઉ.વ.55 નું હૃદય રોગના હુમલાથી અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન પ્લોટ નં.15, પ્રયોશા રેસીડેન્સી, ભરતનગર, રીંગ રોડ, ભાવનગરથી તા.18-7-24 ને ગુરૂવારે સવારે 8.30 કલાકે નીકળી હતી જેમાં શહેરના વેપારીઓ ઉદ્યોગપતિઓ ,આગેવાનો, મિત્રોઅને સંબંધીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

બીજા બનાવમાં ભાવનગરની નિર્મળનગર શેરીનં .પ માં રહેતા ભાવેશભાઈ મોદી ઉ.વ.52 ને તેના ઘરે હૃદય રોગનો હુમલો આવતા તેને સર .ટી.હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરેલ. આમ ભાવનગરમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી બેના મોત નિપજયા છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement