For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના તબીબનું ચેકડેમમાં ડૂબી જતાં મોત

06:20 PM Oct 03, 2024 IST | Bhumika
રાજકોટના તબીબનું ચેકડેમમાં ડૂબી જતાં મોત
Advertisement

યૂ ટયૂબર હોવાથી ફોટો કે વીડિયો બનાવવા જતાં પગ લપસતા પડી ગયાનું તારણ

રાજકોટના શ્રમજીવી સોસાયટી મેઈન રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ મકાનમાં રહેતા 71 વર્ષિય તબીબનું રાજકોટની ભાગોળે લોધિકા પાસે આવેલ મોટાવડા ગામની સીમમાં વોકીંગ વખતે ચેક ડેમમાં પડી જવાથી ભેદી મોત નીપજ્યું હતું. મૃતક ડોકટર યુટયુબ અને સોશિયલ મિડીયામાં ખુબ એકટીવ હોય સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી ચેક ડેમમાં ડૂબી ગયાનું પોલીસ પ્રાથમિક રીતે માની રહી છે.

Advertisement

પરિવાર સાથે ગયેલા તબીબ વોકીંગમાં ગયા બાદ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતા ચેક ડેમમાં ડૂબી ગયાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાથી તબીબ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. સેલ્ફીના ચક્કરમાં 71 વર્ષના તબીબે જીવ ગુમાવ્યો હતો. આ બાબતે મૃતકના તબીબ પુત્રએ પણ મીડિયા સમક્ષ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.

મળતી વિગત મુજબ શ્રમજીવી સોસાયટી ઢેબર રોડ પર મુકબંધીરોની સ્કૂલ પાસે મંત્રમ નામના મકાનમાં રહેતા ડો.જયેશભાઈ હેમરાજભાઈ ભૂત (ઉ.71) રાજકોટની ભાગોળે લોધિકા નજીક મોટાવડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પરિવાર સાથે ગયા હતાં.

તબીબ વાડીએથી સાંજે વોકીંગમાં નીકળ્યા હતાં. મોડે સુધી ડોકટર જયેશભાઈ પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરતાં મોટાવડા ફાર્મ હાઉસ નજીક ચેક ડેમમાં ડોકટર જયેશ ભૂત ડૂબી ગયા હોવાનું જાણવા મળતા તેમને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં અને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ પરંતુ સારવાર મળે તે પૂર્વે જ ડોકટર જયેશ ભૂતનું મોત થયું હતું. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતાં લોધિકા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક જયેશભાઈ ભૂતને સંતાનમાં બે પુત્રો છે જેમાં મોટો પુત્ર પણ તબીબ હોય ડોકટર દર્શિત ભૂત સાથે પિતાના મોત અંગે વાતચીત કરતાં તેમણે આ બાબતે કશુ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.

આ મામલે લોધિકા પોલીસે જણાવ્યું હતું કે,મૃતક ડોકટર યુટયુબર હતાં અને ફોટોગ્રાફિના પણ શોખીન હોવાથી સેલ્ફી લેવા જતાં ચેકડેમમાં પડી ગયાનું અથવા તો અકસ્માતે ચેકડેમમાં પડી ગયાનું પ્રાથમિક અનુમાન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement