દિવાળીના તહેવારમાં રાજકોટ ડિવિઝન આઠ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડાવશે
તા. 30 નવેમ્બર સુધી કરાશે સંચાલન : સહેલાણીઓ અને શ્રમિકોની સુવિધા વધારાઈ
નવરાત્રી પૂર્ણ થતાં દિવાળીનાતહબેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને વતન જવા અને શહેલાણીઓને ફરવા જવામાં સરળતા રહે પૂરતી સુવિધા મળી રહે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા 8 જોડી ફેસ્ટિવલ સપ્તાહિક ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. દર વર્ષે તહેવારો દરમિયાન વિશેષ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.
પશ્ચિમ રેલ્વે દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. 1) ટ્રેન નંબર 09525/09526 હાપા-નાહરલાગુન સ્પેશ્યલ, 2) ટ્રેન નંબર 09436/09435 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ, 3) ટ્રેન નંબર 04806/04805 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ, 4) ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ, 5) ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, 6) ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ, 7) ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ, 8) ટ્રેન નંબર 09575/09576 રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
હાપા-નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન તા.16-19 ઓક્ટોબરે રદ
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂૂટ રિલે ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ)ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં રૂૂપાંતરિત કરવાની કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે જેમાં 1) 16 ઓક્ટોબરની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન અને 2) 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ રદ કરાઈ છે તેમજ 17મીની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસને વાયા જંઘઈ - લખનૌ - કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે અને મીની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈના માર્ગ પર ચલાવવામાં આવશે.