For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ: અમિત શાહ

11:27 AM Sep 23, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર દેશ માટે ઉદાહરણ રૂપ  અમિત શાહ

ખેડૂતોને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારીતા મંત્રીની અપીલ

Advertisement

રાજકોટ ખાતે સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં વિશાળ ખેડૂત સંચાલન યોજાયું

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં આજે રાજકોટના રેસકોર્સમાં સહકારી મહા સંમેલન સહ રાજકોટની જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી.

Advertisement

આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈએ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે સ્વ. વલ્લભભાઈ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ રાજકોટ પધાર્યા હતા. રેસકોર્સમાં મહા સહકાર સંમેલનમાં તેમણે રાજકોટ જિલ્લામાં સહકારી માળખાને સુદ્રઢ કરવાની થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ માટે તેમણે હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, દેશમાં સહકાર મંત્રાલય દ્વારા કરોડો ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની પોતાના પરસેવાની કમાણીનો નફો પોતાના ખીસ્સાંમાં આવે તેવું મજબૂત તંત્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કના સ્થાપક સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલ તથા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાએ બેન્કના માધ્યમથી ખેડૂતોના હિતમાં કરેલા કાર્યોને વાગોળ્યા હતા. આ બંને મહાનુભાવોએ ચીંધેલા લોકકલ્યાણના માર્ગે આગળ વધતાં બેંકને સશક્ત કરવાની થઈ રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. સાથોસાથ જયેશ રાદડિયાના પણ ખુબ વખાણ કર્યા હતાં.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે સહકારી મંડળીઓનો નફો મૂડીપતિઓના હાથમાં જવાને બદલે સામાન્ય ખેડૂતોના હિતમાં વાપરવામાં આવી રહ્યો છે. આજે સભાસદોના પરિવારોને અકસ્માત વીમા સહાય, મેડીકલ સહાય અને કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યા છે, એ તેની સાબિતી છે. રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂૂપ છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂૂઆતો થઈ છે. ભારત ઓર્ગેનિકની સ્થાપના કરીને ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને તેનું વેચાણ કરીને તેમાંથી થયેલો નફો ખેડૂતોને પરત આપવાનું ઉમદા કામ થઈ રહ્યું છે.

તેમણે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. આજે રાસાયણિક ખાતરને કારણે જમીન અને નાગરીકોના સ્વાસ્થયને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે દેશના લોકોના સ્વાસ્થ્યને સુધારવાનું કામ પોતાના હાથમાં લેવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો મોટો નફો મેળવે તેવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે. ત્યારે વૈશ્વિક ફલક પર ઓર્ગેનિક માર્કેટમાં પોતાનું મજબુત સ્થાન બનાવીએ.

આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021માં અલગ સહકાર મંત્રાલય બનાવ્યા પછી, દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે અમિતભાઈ શાહ અનેકવિધ પગલાં લઈને સહકારી માળખાને મજબુત બનાવી રહ્યા છે. 370 કલમ દૂર કરીને કાશ્મીરને ભારતનું રાજ્ય બનાવીને સરદાર વલ્લભાઈ પટેલનું અધુરું સ્વપ્ન અમિતભાઈ શાહે પૂર્ણ કર્યાનું પણ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અલાયદા સહકાર મંત્રાલયની રચના કરી. આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિની નેમ સાથે ખેડૂતો, પશુપાલકોના હિત માટે 60 જેટલી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નકો-ઓપેરશન અમોન્ગ કો-ઓપરેટિવ્સથને વેગ મળ્યો છે.જયેશભાઈ રાદડિયાએ ખેડૂત ભાઈઓને આવકારતા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ધિરાણ, થાપણો, શેર ભંડોળ, રોકાણો અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.

ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે તેમની રાજકોટ મુલાકાતના પ્રારંભે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પરિસરમાં જિલ્લા બેન્કના શિલ્પી સ્વ. વલ્લભભાઈ પટેલ અને પૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કર્યુ હતું. રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન તેમજ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement