પંચાયતી રાજના અમલીકરણમાં સીએમ ડેશબોર્ડ પર રાજકોટ જિલ્લો પ્રથમ
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી એ યાદીમાં જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને વિવિધ યોજનાઓ થકી પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવીને,તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપીને,તેમના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તથા ગ્રામ્ય વિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરીને, આપવામાં આવતી સેવામાં સુધારો લાવીને, પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરી રહી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહેલ છે.
અને આ દિશામાં પારદર્શિતા માટે CM DASHBOARD પોર્ટલ ઉપલબ્ધ છે આ પોર્ટલ પર પંચાયત,રૂૂરલ હાઉસીંગ એન્ડ રૂૂરલ ડેવલપમેન્ટ,એગ્રીકલ્ચર એન્ડ કો ઓપરેશન,રોડ એન્ડ બિલ્ડિંગ,મહિલા અને બાળ વિકાસ,હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર,સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ,એજ્યુકેશન વગેરે વિભાગો માં ઊંઙઈં રજિસ્ટર માં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર પર આવેલ છે. ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેનાં વિઝન,પારદર્શક વહીવટી પ્રક્રિયા, તમામ વિભાગો સાથેના સંકલન થકી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,જિલ્લા પંચાયતની સમગ્ર વહીવટી અધિકારીની ટીમની સંયુક્ત ગ્રામ્ય જનતાલક્ષી કામગીરી થકી રાજકોટ જિલ્લો પ્રથમ નંબર પર આવેલ છે. જે બદલ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણે,ઉપપ્રમુખ, તમામ સમિતિ ચેરમેનઓ, સદસ્યઓ, ટીમ જિલ્લા પંચાયત તેમજ સંગઠનના તમામ હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.