કેન્દ્રની 11 યોજનાઓ લાગુ કરવામાં રાજકોટ જિલ્લો દેશભરમાં પ્રથમ
પ્રધાનમંત્રીના હસ્તે કલેકટર પ્રભવ જોષીને એવોર્ડ અર્પણ કરાયો, આરોગ્ય-પાણી પુરવઠા- આવાસ- ઉર્જા સહિતના ક્ષેત્રે રાજકોટ અગે્રેસર
કેન્દ્ર સરકારની વિવિધ 11 જેટલી મહત્ત્વપૂર્ણ યોજનાઓના સફળ અમલીકરણમાં દેશભરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાંચ જિલ્લાઓમાં રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ બદલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું રાષ્ટ્રીય સ્તરે સન્માન કર્યું હતું. સમગ્ર રાજ્યમાંથી રાજકોટ એકમાત્ર જિલ્લો હતો જેની આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની હર ઘર જલ, આવાસ યોજના, મિશન ઇન્દ્રધનુષ, પીએમ સ્વનિધિ, જન આરોગ્ય, માહિ વંદના, કિશાન ક્રેડિટ કાર્ડ, વિશ્વકર્મા, આંગણવાડી અને સૂર્યઘર જેવી 11 જેટલી યોજનાઓમાં રાજકોટ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ખાસ કરીને રાજકોટ જિલ્લાના રાજસમઢીયાળા, ભાડવા અને અનીડા ભાલોડી ગામોએ પાણી સહિત તમામ યોજનાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આથી જ દેશના ટોચના પાંચ જિલ્લાઓમાં રાજકોટનો સમાવેશ થયો હતો અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને વડાપ્રધાનના હસ્તે પીએમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલેક્ટર પ્રભવ જોશી અને અન્ય જિલ્લાઓના કલેક્ટરો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. તેમણે જિલ્લાઓમાં ચાલી રહેલી કામગીરી, પ્રાથમિકતાઓ અને લોકો સુધી યોજનાઓ પહોંચાડવાની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાને રાજકોટ જિલ્લાની આ સિદ્ધિ બદલ કલેક્ટર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય જિલ્લાઓને પણ આ જ રીતે પ્રેરણાદાયી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા