ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લા કલેક્ટરને અચાનક ગાંધીનગરનું તેડું, ફરિયાદોનો પડઘો ?

05:12 PM Sep 29, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ આજે ગાંધીનગર ખાતે તાત્કાલિક દોડી ગયા હતા, જેના કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ગાંધીનગરથી બોલાવવામાં આવતા તેઓ તાત્કાલિક રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયા જ તેઓ કલેક્ટર કોન્ફરન્સમાં હાજરી આપવા ગાંધીનગર ગયા હતા.

Advertisement

કલેક્ટર વિરુદ્ધ અનેક ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે. કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ હજુ સુધી યોગ્ય કામગીરી શરૂૂ કરી નથી. આ ઉપરાંત, કલેક્ટર દ્વારા રેવન્યુ કેસ સિવાય અન્ય કોઈ કામગીરી શરૂૂ ન કરાઈ હોવાની પણ ફરિયાદો છે.પૂર્વ કલેક્ટર પ્રભાવ જોષી દ્વારા શરૂૂ કરાયેલા અનેક પ્રોજેક્ટ્સનું પણ કોઈ ફોલોઅપ લેવામાં આવ્યું. જિલ્લામાં રોડ-રસ્તા પરના ખાડાઓ રિપેર કરવા સહિતની અનેક બાબતો અંગે કલેક્ટર વિરુદ્ધ ફરિયાદો ઉઠી છે. આ તમામ ફરિયાદોને પગલે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot District Collectorrajkot news
Advertisement
Next Article
Advertisement