ન્યુ દિલ્હીની કંપનીના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડું
ન્યુ દિલ્હી સ્થિત શાહ ફાયર સેફટીના નામથી પ્રોપરાઈટરને રૂૂા. 8.82 લાખના ચેક રિટર્ન કેસમાં રાજકોટની કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ કેસની હકીકત મુજબ રાજકોટના લોઠડા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્રિતેશભાઈ જયસુખભાઈ બાબરીયા પઅરમોર સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી.થ ના નામથી ડાયરેકટર દરજજે ફાયર સેફટી ઈકવીપમેન્ટની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. જયારે આરોપી સંદીપકુમાર શાહ ન્યુ દિલ્હી ખાતે શાહ ફાયર સેફટીના નામથી પ્રોપરાઈટર દરરજે ધંધો કરતા હોય ફરીયાદી પાસેથી સંદીપકુમાર શાહે ફાયર સેફટી ઈકવીપમેન્ટની ખરીદી કરી હતી.
જેની બાકી રહેતી રકમ રૂૂા.8,82, 522 ચુકવવા માટે બે ચેક આપ્યા હતા.
જે બંન્ને ચેક બિન ચુકતે પરત ફર્યા હતા. જે અંગે નોટીસ પાઠવી હોવા છતા રકમ ન ચુકવતા પ્રિતેશભાઈ બાબરીયાએ તેમના વકીલ મારફત નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જેમાં શાહ ફાયર સેફટીના નામથી દિલ્હી મુકામે ધંધો કરતા સંદીપકુમાર શાહને રાજકોટની સ્પેશીયલ નેગો શીયેબલ કોર્ટે હાજર થવા સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યું છે. આ કેસમાં ફરીયાદી વતી વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ અને ચાર્મી કે. પંડયા રોકાયા હતા.