આગ્રાની ડિસ્ટ્રિબ્યૂટર પેઢીના ભાગીદારોને ચેક પરત ફરવાના કેસમાં રાજકોટ કોર્ટનું તેડુ
પીવીસી પાઇપ અને ફિટિંગની ખરીદીની ચૂકવણી માટે આપેલો 5.74 લાખનો ચેક રિટર્ન થતા ફરિયાદ નોંધાઇ’તી
રાજકોટની ઉત્પાદક પેઢી પાસેથી પી.વી.સી. પાઈપ્સ એન્ડ ફીટીંગની જથ્થાબંધ ખરીદીના પેમેન્ટ પેટે આપેલા રૂૂ.5.74 લાખના ચાર ચેક રિટર્ન છતાં આગ્રાની ડિસ્ટ્રીબ્યુટર પેઢી સામે ફરિયાદમાં અદાલતે ભાગીદારોને હાજર થવા સમન્સ કાઢ્યું છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં પાઈપ્સ એન્ડ ફીટીંગનો ધંધો કરતી પઅરવીંદ ઈન્ડસ્ટ્રીઝથના પાર્ટનર નીતિન પોપટલાલ પટેલ પાસેથી વાવેડા પોલી ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. અને ભારત પોલી ઈન્ડસ્ટ્રીઝના નામથી ફાઉન્ડ્રીનગર, આગ્રા (ઉતર પ્રદેશ) મુકામે ધંધો કરતા પ્રિદુલ શર્મા, હર્ષ ભારદ્વાજ, દિપાલી ભારદ્વાજ વગેરેએ ડિસ્ટ્રીબ્યુટરશિપથી ધંધો કરવા પી.વી.સી. પાઈપ્સ એન્ડ ફીટીંગનો માલ લીધેલ હતો.
જે માલની બાકી રહેતી રકમ રૂૂ.5.74 લાખ ચુકવવા માટે તેઓએ તેમની પેઢી પભારત પોલી ઈન્ડસ્ટ્રીઝથના ખાતાવાળી એકસીસ બેંક, આગ્રા બ્રાંચના ચાર ચેક આપેલા હતા.
જે ચારેય ચેક અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ પેઢીના ખાતામાં ડિપોઝીટ કરતા સદરહું તમામ ચેક બિન ચુકતે પરત ફર્યા હતા. આથી અરવિંદ ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર નીતિન પટેલે વકીલ મારફત લીગલ નોટિસ પાઠવ્યા છતા ચેકના નાણાં ભરપાઈ નહીં કરતા ભારત પોલી ઈન્ડસ્ટ્રીઝના પાર્ટનરો પ્રિદુલ શર્મા, હર્ષ ભારદ્વાજ, દિપાલી ભારદ્વાજ સામે રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરી છે, તેમાં કોર્ટે તમામ પાર્ટનરોને હાજર થવા અંગે સમન્સ ઈસ્યુ કર્યું છે.આ કેસમાં ફરીયાદી પેઢી તરફે વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયા છે.