વોટ ચોરીના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના ધરણાં
ત્રિકોણબાગથી જયુબિલી બાગ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ : પ્લે કાર્ડ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા
દેશભરમાં શાસકોની વોટ ચોરીના મુદ્દે પોલ ખૂલી ગઈ છે રાહુલ ગાંધી દ્વારા ભારતની મતદાર યાદીમાં દેશભરમાં થયેલી ભયંકર ગોટાળાઓ અને ગેર રેતીનો પડદા પાસ કરવામાં આવેલ છે અનેક નામો બેવડાયા જ નથી પરંતુ વિશેક જગ્યાએ નામો હોવાનું કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવેલ છે. અને આ મુદ્દે વિરોધ પક્ષના તમામ સભ્યોએ પણ કોંગ્રેસને ખુલ્લો ટેકો આપી શાસકો સામે વિરોધ નોંધાવેલ છે. સમગ્ર ગુજરાતમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી સમગ્ર જિલ્લા અને શહેરમાં ધરણા પ્રદર્શન કરી વિરોધાત્મક કાર્યક્રમો ચાલી રહ્યા છે જેના ભાગરૂૂપે આજ રોજ રાજકોટ શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા પાસે સવારે 11 થી બપોરના એક સુધી વોટ ચોર ગાદી છોડના મુદ્દે ઘરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચાર અને દેખાવો કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મામલે મતદારયાદીના ગોટાળા સબબ વિરાણી હાઇસ્કુલ ખાતે પ્લે કાર્ડ અને સૂત્રોચાર સાથે અને ત્યારબાદ શહેરના ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક થી મહાત્મા ગાંધીની પ્રતિમા જુબેલીબાગ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી તેમાં શહેર અને જિલ્લાના પ્રજાજનો અને કોંગી આગેવાનો વરસતા વરસાદે પણ જોડાયા હતા.