ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી

04:44 PM Oct 29, 2025 IST | admin
Advertisement

ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ પટેલ (કાલાવડ), ભરતસિંહ વાળા (તરેડી), મનરસિંહ રાઠોડ (ખેડા), ભરતભાઈ ગોસ્વામી (બનાસકાંઠા) ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં માવઠાનો મારથી મહુવા રાજુલા, જુનાગઢ જીલ્લો, ગીર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસતા ખેડૂતો પાયમલ થયા છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકમાં કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે.

Advertisement

મંત્રીઓએ નુકસાનીનો ચિતાર રૂૂબરૂૂમાં નિહાળ્યો છે. વિકાસ મોડલ ગુજરાત રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગુજરાત રાજ્ય ના તમામ ખેડૂતો ને ખરીફ 2025 નુ પાક નુકસાન નુ વળતર હેક્ટર દીઠ 65 હજાર રૂૂપિયા તમામ સર્વ નંબર નુ તાત્કાલિક અસરથી ચુકવી આપવા રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી, કૃષિ મંત્રી મહેસુલ મંત્રીને ગુજરાત ખેડૂત એસોસિયેશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. નવા વર્ષ ની શુભકામના સાથે અમો ખેડૂત આગેવાનો ક્રાન્તિ સંગઠન દ્વારા અપાયેલ આવેદનપત્રમાં ગુજરાત રાજ્ય ના તમામ ખેડૂતો ને અવાર નવાર કુદરતી કે માનવસર્જિત આપત્તિ ને કારણે પાક નુકસાન થતા ખેડૂતો ને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવું પડે છે.

સરકાર દ્વારા કદી યોગ્ય વળતર સમયસર મળતુ નથી, જે પગલે પાક ઘીરાણ લોન કે અન્ય ઉધાર ઉછીના લીધેલા પૈસા ચુકવી આપવા સક્ષમ નથી, તો ચાલુ વર્ષ ખરીફ સીઝનમાં શરૂૂ થતા જ કુદરતી આપત્તિ મા ખેડૂતો ને નુકસાન થયું છે, હાલ પણ માવઠું થતાં ખૂબજ નુકસાન થયું છે, તો રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતો ના પાક ધિરાણ લોન માફ કરવામાં આવે તેમજ હેક્ટર જમીન માં હેક્ટર દીઠ 65 હજાર રૂૂપિયા ગમે તેટલી જમીન હોય એ નુ વળતર આપવામાં આવે તાત્કાલિક સર્વે કરી યોગ્ય અને પૂરું વળતર મળવું જોઈએ બેન્ક લોન પરનો વ્યાજ સદંતર માફ થવું જોઈએ અને નવી લોન માટે વિશેષ વળતરની સુવિધા ખેડૂતોને ચૂકવવામાં આવે.આજ દીન સુધી સરકાર દ્વારા યોગ્ય વળતર આપવા માં આવેલ નથી. આપેલ છે તે ખુબજ અપુરતુ અઘુરૂૂ છે, તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવી આપવા વિનંતી. તાત્કાલિક રાજ્યના તમામ જિલ્લાઓમાં સર્વે કરી સહાયની રકમ સરકાર જાહેર કરે અન્યથા રાજકોટ સહિતના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કલેકટર ની કચેરી સામે ગુજરાત ખેડૂત એસોસિયેશન દ્વારા ગાંધી ચિંધીયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને ધરણાં સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

Tags :
Farmersgujaratgujarat newsrajkotRajkot Collector Officerajkot news
Advertisement
Next Article
Advertisement